<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

શહેરમાં રોગચાળાનો ફુંફાડોઃ તાવ- શરદી- ઉધરસના ર હજારથી વધુ કેસ

ચોમાસુ-તહેવારની અસર દેખાઇઃ ગત અઠવાડીયા કરતા આ સપ્‍તાહમાં દર્દીની સંખ્‍યામાં વધારો મચ્‍છરજન્‍ય રોગચાળાના ૪ દર્દી નોંધાયાઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૫૦ને નોટીસ

રાજકોટ, તા.,૨૫: શહેરમાં ચોમાસા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં ગત સપ્તાહ કરતા  આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના કેસમાં વધારો જોવા મળ્‍યા છે.

ગત અઠવાડીયે ૧૮૦૦ જેટલા દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે આ સપ્તાહે ૨ હજારથી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગના ૪ કેસ નોંધાયો છે.

 આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૧૮ થી ૨૪ ઓગષ્‍ટ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાના ૪ કેસ

છેલ્લા  સપ્તાહમાં મેલેરીયાના ૧, ચિકનગુનિયાના ૧ કેસ તથા ડેન્‍ગ્‍યુના ર કેસ નોંધાયા છે.

શરદી-તાવના

૨ હજાર થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૩૯ તેમજ સામાન્‍ય તાવના ૯૨૭અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૮૧, ટાઇફોડના ૩ તથા કમળાના ૪  સહિત કુલ ર હજારથી વધુ  દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૩,૭૯૯ તેમજ સામાન્‍ય તાવના ૨૪,૯૪૭ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૬૫૮૩ તથા ટાઇફોડનો ૭૧ તેમજ કમળાના ૧૦૦  કેસ નોંધાયા છે. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ

૫૫૦ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૭૧,૪૩૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૪૬૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૧૧૬૪ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૫૦ લોકોને નોટીસ પાઠવી હતી.

(4:44 PM IST)