<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

એઇમ્‍સના ડો. ઉત્‍સવ પારેખઃ જેમણે ૭ વર્ષની બાળા ઉપર દુષ્‍કર્મ- હત્‍યાના આરોપીને ફાંસી અપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી

રાજય સરકાર દ્વારા સન્‍માનઃ પીડિતાનું મેડીકો લીગલ ઓટોપ્‍સી પરીક્ષણ કરી પોસ્‍ટમોર્ટમ કરી ગંભીર પુરાવા એકત્રીત કર્યા...

રાજકોટ તા. રપઃ રાજ્‍ય સરકાર સ્‍વાતંત્ર્ય પર સારી સરાહનીય કરનાર વ્‍યક્‍તિ નું  કામગીરી બદલ સન્‍માન કરતી હોય છે. ત્‍યારે ગુજરાતની ૭ વર્ષીય બાળાને બિસ્‍કિટની લાલચ આપી દુષ્‍કર્મ અને હત્‍યા ની ચકચારી ઘટના માં ફોરેન્‍સિક નો બહોળો અનુભવ ધરાવતા માનવીય અભિગમ અપનાવનાર આ કેસમાં મુખ્‍ય સહાયરૂપ થનાર  રાજકોટ એઇમ્‍સ ખાતે ફોરેન્‍સિક વિભાગ માં ફરજ બજાવતા ડો.ઉત્‍સવ પારેખ નું રાજકોટ જિલ્લા ના જિલ્લા કક્ષાના ૭૯ માં સ્‍વાતંત્ર્ય પર્વ પર વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. વર્ષ.૨૦૧૯માં એક ૭ વર્ષીય  બાળાને બિસ્‍કિટની લાલચ આપી દુષ્‍કર્મ અને હત્‍યાની ઘટના બની હતી, જે કેસમાં ચુકાદો એપ્રિલ ૨૦૨૫ રેરેસ્‍ટ ઓફ ધ રેર કેસ ડબલ ફાંસીનો અપાયો હતો.

આ કેસ સંદર્ભે એઇમ્‍સ રાજકોટ ફોરેન્‍સિક મેડિસિન એન્‍ડ ટોક્‍સિકોલોજી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો.ઉત્‍સવ પારેખ દ્વારા  મહત્‍વના પુરાવા તરીકે પીડિતાનું મેડિકો લીગલ ઓટોપ્‍સી પરીક્ષણ કરી પોસ્‍ટમોર્ટમ કર્યું હતું.

ડો.પારેખ દ્વારા પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ તૈયાર કરી ગંભીર પુરાવા એકત્રિત કર્યા હતા અને કોર્ટ કાર્યવાહીમાં નિષ્‍ણાત ની જુબાની આપી હતી.

કોર્ટ દ્વારા ડો.પારેખ ના સાવચેતીભર્યા કાર્ય પૂર્વગ્રહરહિત અને વૈજ્ઞાનિક સાથે માનવીય અભિગમ અને સ્‍પેશિયલ પ્રોસીકયુટર દ્વારા હુમલાની ક્રૂરતા પુરવાર કરવા અને આરોપી ને દોષી ઠેરવવામાં ડબલ ફાંસી ના ઐતિહાસિક ચુકાદા માં  સરકારી વકીલ અને કોર્ટ ને સહાયરૂપ થયા હતા. આ ઐતિહાસિક ચુકાદા માં પીડિત પરિવાર ને ન્‍યાય મળ્‍યો અને સંતોષ વ્‍યક્‍ત કરી રાજ્‍યના ગળહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ટવીટ કરવામાં આવ્‍યું હતું.

૭૯ સ્‍વાતંત્ર્ય પર્વ પર ગુજરાત સરકાર વતી જિલ્લા કલેક્‍ટર દ્વારા નિમંત્રણ પાઠવી સાંસદ કેશરીદેવસિંહજી ના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા,રાજકોટ મેયર, કલેકટર, એસ.પી,સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:14 PM IST)