<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

સમસ્‍ત તુરી બારોટ સમાજ સેવા મંડળનો ૨૯માં વર્ષમાં પ્રવેશઃ તરણેતરના મેળામાં ત્રણ દિવસ અન્નાક્ષેત્ર ધમધમશેઃ કાલે પ્રસ્‍થાન

ભરતભાઇ બોઘરા, શૈલેષભાઇ પરમાર,દાતાઓ, લોકસાહીત્‍યકારો ઉપસ્‍થિત રહેશે, સન્‍માન સમારોહનું પણ આયોજન

રાજકોટઃ શ્રી સમસ્‍ત તુરી  બારોટ સમાજ સેવા મંડળ છેલ્‍લા ૨૮ વર્ષથી કરી રહેલ કામગીરીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તરણેતર અન્નક્ષેત્રના પ્રેરણાદાયી સ્‍વ. તેજાભાઈ રાજાભાઈ બારોટ ના આશીર્વાદથી આયોજન કરવામાં આવેલ છે. અન્નક્ષેત્રની તા. ૨૬-૦૮ થી તા.૨૮-૦૮ જેમાં ત્રણ દિવસ નિઃશુલ્‍ક અન્નક્ષેત્ર ચલાવવામાં આવશે.

 શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના સાન્નિધ્‍યમાં ભાદરવા સુદ પાંચમ, તા.૨૮-૦૮-૨૦૦૫ ને સાંજે ૪ વાગ્‍યે પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ ડીબેટ પ્રવકતા શ્રી શૈલેષભાઈ પરમાર તેમજ દાતાઓ, સામાજિક આગેવાનો,સાધુ-સંતો હાજરી આપશે. દાતાઓ તથા આગેવાનોનો સત્‍કાર કાર્યક્રમ રાખવાસ આવેલ છે.

તરણેતર અન્નક્ષેત્રના સાધન સામગ્રી સાથેના ટ્રકને આગેવાનો ધ્‍વારા રવાના કરવામાં આવશે જેમાં સંસ્‍થાના પ્રમુખ જગદીશભાઈ બારોટ, મહામંત્રી ભવાનભાઈ બારોટ, ઉપપ્રમુખ પ્રભાતરાય બારોટ, મંત્રી પ્રભાતકુમાર બારોટ, ખજાનચી હરીલાલ બારોટ, ટ્રસ્‍ટી માધાભાઈ બારોટ, રણધીરભાઈ બારોટ, દિલીપભાઈ બારોટ, સહકાર્યકર્તાઓ સચિનભાઈ બારોટ, વિજયભાઈ બારોટ, જયેશભાઈ બારોટ, હિમાંશુભાઈ બારોટ, લાલાભાઈ બારોટ, સિધ્‍ધાર્થભાઈ બારોટ, વનરાજભાઈ, નરેશભાઈ નાગાજણભાઈ, પ્રફુલભાઈ, ઘનશ્‍યામભાઈ યુનીટી ફાઉન્‍ડેશનઉપપ્રમુખ વિજયભાઇ તોગડીયા  સહિત ૫૦ થી વધુ કાર્યકરો અન્નક્ષેત્રમાં સેવા આપશે..

ત્રિનેત્રેશ્વર મહાદેવના સાન્નિધ્‍યમાં વિશ્વવિખ્‍યાત તરણેતરનો મેળો ભરાય છે આ મેળામાં કાઠીયાવાડની લોકસંસ્‍કૃતિની પ્રતિતિ થાય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ તથા લોકસંસ્‍કૃતિના દર્શનનો લ્‍હાવો લેવા દેશ-વિદેશથી ભાવિકો આવે છે. મેળામાં ત્રણ દિવસ નિઃશુલ્‍ક અન્નક્ષેત્ર ધ્‍વારા ભજન-ભોજન  લે છે. આ વર્ષે પણ તરણેતર સંતવાણીનો બહોળા પ્રમાણમાં ધર્મભકતો છેલ્‍લા અઠયાવીસ વર્ષથી લ્‍હાવો લે અન્નક્ષેત્રના સ્‍થળે લાભ લેવા ભાવિકોને સંસ્‍થા ધ્‍વારા અનુરોધ કરાયો છે. આ વર્ષે તરણતરના ગોળા. ત્રણ દિવસ નામાંકિત કવિઓ, બારોટ સમાજના કલાકારો, લોકસાહિત્‍યના કબ્‍બીઓ તથા સત્‍કાર કાર્યક્રમ જેમાં પ્રમાણપત્ર આપવામાં આવશે. તથા સંસ્‍થા તરસતકાર્યોના ૮૫ શ્રેષ્ઠીઓનું શાલ, પ્રમાણપત્રથી સન્‍માન કરવામાં આવશે તેમ પ્રમુખ જગદીશભાઈ બારોટની યાદીમાં જણાવાયું છે.(તસ્‍વીશઃ અભિજીત બગથરીયા)

(3:57 PM IST)