News of Monday, 25th August 2025
રાજકોટમાં પ્રથમ વખત ગોલ્ડ આલ્મંડ મોદક લોન્ચ કરતી ગાયત્રી ડેરી ફાર્મ
ગણેશ ચતુર્થી નિમિતે રાજકોટ અને મુંબઈમાં એકી સાથે શુદ્ધ સોનાના વરખ સાથે ગોલ્ડ આલ્મંડ મોદક લોન્ચ : જંકશન પ્લોટ સ્થિત ગાયત્રી ડેરી ફાર્મ ના ૪૦ વર્ષ પૂર્ણ થતા યોજાઇ પત્રકાર પરીષદઃ ૧૦૦ થી પણ વધારે મીઠાઈ બનાવીએ છીએ પરંતુ ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કર્યો નથી, રાજકોટમાં ત્રણ અને મુંબઇમાં બે બ્રાન્ચઃ તેજાભાઇ મીઠાવાલા, કૈલાશભાઇ-કિશોરભાઇ સાકરીયા

રાજકોટઃ આમ તો રાજકોટની વાત આવે એટલે રાજકોટના પેંડા ની વાત માત્ર દેશમાં નહીં પરંતુ દુનિયાભરમાં થતી હોય છે. રાજકોટની વિવિધ મીઠાઈ પણ એટલી જ પ્રખ્યાત હોય છે. જ્યારે રાજકોટની મીઠાઈ ની વાત આવે ત્યારે જંકશન પ્લોટ સ્થિત તેજાભાઈ મીઠાઈવાલા નું નામ સૌથી પહેલા આવે છે. તેજાભાઈ મીઠાઈવાલા એ જંકશનમાં શરૂ કરેલી ગાયત્રી ડેરી ફાર્મ ને આજે ૪૦ વર્ષ પૂરા થઈ રહ્યા ત્યારે અનેક અવનવી મીઠાઈ ની વચ્ચે આ વર્ષે પહેલી વખત ગોલ્ડ આલમંડ મોદક લોન્ચ કરવા જઈ રહી છે. રાજકોટ તેમજ ગુજરાતમાં ગણેશ ચતુર્થી શરૂ થઈ રહી છે ત્યારે ભગવાન ગણેશને સૌથી પ્રિય એવા મોદક માં પણ હવે પહેલી વખત ગોલ્ડ આલમંડ મોદક કંપની લોન્ચ કરી રહી છે.
આ અંગે યોજાએલ પત્રકાર પરિષદમાં ગાયત્રી ડેરી ફાર્મની ૪૦ વર્ષની સફળ સફર અને ગણેશ ચતુર્થી ના ઉપલક્ષ પર ગોલ્ડ આલમંડ મોદક વિશે વાત કરતા તેજાભાઈ સાકરીયા તેમજ તેમજ કિશોરભાઈ સાકરીયા એ જણાવ્યું હતું કે ગોલ્ડ આલ્મન્ડ મોદક ની વિશેષતા એ છે કે તેના ઉપર શુદ્ધ સોનાનો વરખ ચડાવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં તો પ્રથમ વખત અમે લોન્ચ કરી રહ્યા છીએ પરંતુ સાથો સાથ મુંબઈમાં પણ અમે આ પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ મુંબઈમાં પણ ગણેશ ચતુર્થી નું વિશેષ મહત્વ હોય છે ત્યારે આ ગોલ્ડ આલમંડ ડાયમંડ અમે પ્રથમ વખત માર્કેટમાં લોન્ચ કર્યા છે. આ મોદકમાં સોનાનો વરખ ઉપર હોય છે અને તેમાં મામરો બદામ નો ઉપયોગ કરવામાં આવે છે બદામની દુનિયામાં મામલો બદામ એ રાજા કહેવાતો હોય છે જેની કિંમત એક કિલોના ૪૦૦૦ રૂપિયા હોય છે. રાજકોટમાં માત્ર ને માત્ર અમારી ડેરી ઉપર આ મોદક ઉપલબ્ધ બનશે. આ મોદક ની કિંમત આશરે ૧ કિલોના ૧૨૦૦૦ રૂપિયા જેટલી થશે. પણ આ મોદક નો સ્વાદ સામગ્રી અને ફિનિશિંગ જોઈને લોકો વાહ કહેશે એનો અમને વિશ્વાસ છે.
ગોલ્ડ આલ્મન્ડ મોદકની સાથે સાથે ચોકલેટ કાજુ પિસ્તા કેસર ગુલકંદ વગેરે એક એક ચડિયાતા સ્વાદમાં પણ મોદક આ ગણેશ ચતુર્થી દરમિયાન અમોએ બનાવ્યા છે. તેજાભાઈ સાકરીયા તેમજ તેમના બંને પુત્ર કૈલાશભાઈ અને કિશોરભાઈએ જણાવ્યું હતું કે ૧૯૮૫ માં એક નાનકડી ડેરી ની દુકાન સાથે અમે આ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું અને આજે ચાર દાયકા ની સફળ બાદ રાજકોટમાં ગાયત્રી ડેરીનું નામ મીઠાઈ ની દુનિયામાં ભારે આદર થી લેવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં ૪૦ વર્ષ પહેલા શરૂ કરેલી ડેરી આજે મુંબઈ સુધી પહોંચી છે અમને જણાવતા આનંદ થાય છે કે આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં અમારી એક નહીં પણ બે બ્રાન્ચ ખુલી ગઈ છે. ત્રીજી બ્રાન્ચ પણ બહુ જ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે.
તેજાભાઈ જણાવ્યું હતું કે અમે જ્યારે ૧૯૮૫ માં શરૂ કર્યું ત્યારે અમે પહેલેથી જ એવું શીખ્યા હતા કે મીઠાઈ ની ગુણવત્તામાં કોઈ કોમ્પ્રોમાઈઝ ન કરવું. અમારે ત્યાં બનતી તમામે તમામ મીઠાઈમાં જે ક્વોલિટી અમે આપીએ છીએ તે જ અમારો ટ્રેડમાર્ક બન્યો છે. કસ્ટમરનો વિશ્વાસ આ ગુણવત્તાને કારણે ટકી રહ્યો છે.
રાજકોટમાં જંકશન પ્લોટ અને રામેશ્વર ચોકની બ્રાન્ચ ઉપરાંત મુંબઈમાં પણ બે બ્રાન્ચ શરૂ કરેલ છે હાલ આ તમામ બ્રાન્ચ પર સ્વીગી અને ઝોમેટોં ઉપર ઓનલાઇન ઓર્ડર પણ કરી શકાય છે.
ગાયત્રી ડેરી ફાર્મ માં અનેક પ્રકારના પેંડા ઉપરાંત થાબડી બરફી, રાજભોગ કાજુકતરી માવાની મીઠાઈ બંગાળી મીઠાઈ સહિતની મીઠાઈ ઉપલબ્ધ છે. ઉપરાંત અહીં નમકીનની આઈટમ પણ પ્રસ્તુત કરવામાં આવી છે. ઉપરાંત સમોસા કચોરી ગરમાગરમ જલેબી પણ ઉપલબ્ધ છે. આ પત્રકાર પરિષદમાં તેજાભાઈ મીઠાઈવાલા તેમજ કૈલાશભાઈ અને કિશોરભાઈ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૩૩)
(4:04 PM IST)










