News of Monday, 25th August 2025
ત્રિકોણબાગે ભગવાન વિશ્ણુ સ્વરૂપે બિરાજશે દુંદાળા દેવ
ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવનું ૨૭માં વર્ષે આયોજનઃ નાસિકમાં ખાસ ઈકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી : લોકડાયરો, ભક્તિ સંગીત, ગણેશવંદના, નૃત્ય-નાટીકા, બાળકોનો ડાન્સ, શ્રીનાથજીની ઝાંખી, સામુહીક હનુમાન ચાલીસાના પાઠ, દાંડીયારાસ સ્પર્ધા, બેન્ડ શો, સત્યનારાયણ દેવની કથા, રક્તદાન કેમ્પ, મેડીકલ કેમ્પ સહિતના કાર્યક્રમોઃ જીમ્મી અડવાણી

રાજકોટઃ પરિવાર પર આવી પહેલી નિર્ર્વિધ્ને નિવારણ માટે આજથી બરાબર ૨૭ વર્ષ પહેલાં રાજોકટના એક પરિવારે ગણપતિ સ્થાપનની માનતા માનેલી, જે ફળીભૂત થતાં સ્વગૃહે ગણપતિ સ્થાપન કરવાના બદલે શહેરના ત્રિકોણબાગ ચોક ખાતે પુરા ભક્તિભાવ અને આસ્થા સાથે ૨.૫ ફુટની ઉંચાઈના ‘માનતાના ગણપતિ'ની સ્થાપના પૂજન કર્યુ હતું. સમય જતાં એ પારિવારિક ગણપતિ સ્થાપના સૌરાષ્ટ્રના સૌપ્રથમ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પરિવર્તન પામ્યું. એ ગણેશ મહોત્સવ એટલે લાખો આસ્થાળુંના કેન્દ્રમાં ‘ત્રિકોણબાગ કા રાજા'નું ૨૭મું વર્ષ છે. ૧૯૯૯ની સાલમાં ત્રિકોણબાગ ચોકમાં એક લીમડાના વૃક્ષ હેઠળ નાનકડા મંડપમાં સ્થાપિત કરેલી અઢી ફુટની ઉંચાઈની માનતાના ગણપતિએ વર્ષો વર્ષ આસ્થાનું એવું મોટું વટવૃક્ષ ખડુ કર્યુ કે ૨૦૧૯ની સાલમાં સ્થાપિત કરેલી અત્યાર સુધીની સૌથી મોટી ૧૭ ફૂટની ઉંચાઈની મૂર્તિએ બાપાના ભક્તોની આસ્થાને પણ વિરાટ સ્વરૂપે પ્રસ્થાપિત કરી હતી.
સાર્વજનિક ગણપતિ સ્થાપન પંડાલમાં આ વર્ષે પણ દરશ વર્ષની જેમ જ ઈસ્કોન, ધૂન-કિર્તન, સંતો-મહંતોના હસ્તે મહાઆરતી, ગણેશ વંદના (નૃત્યનાટિકા), લોકડાયરો, મ્યુઝીકલ શો, બાળકોના શ્લોક ગાન, બાળકો દ્વારા સામુહિક હનુમાન ચાલીસા પઠન, ભક્તિ સંધ્યા, નિઃશુલ્ક મેડીકલ કેમ્પ, મહા રક્તદાન કેમ્પ, શાળાના બાળકોનો ડાન્સ ટેલેન્ઠ શો, ગેમ શો, શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણ કથા તેમજ સાયબર અવેરનેશ, સ્ત્રી અને બાળકો પર થતા અત્યાચાર અંગે અવેરનેશ તેમજ વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવશે. જાહેર જનતા માટે ડાંડિયારાસ સ્પર્ધા સહિતના શ્રેણીબદ્ધ આયોજનો કરવામાં આવ્યા છે.
સમિળીતની વિવિધ રચના કરવામાં આવી છે. જેમાં જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડીયા, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, બીપીન મકવાણા, નિખીલ નિમાવત, કાનાભાઈ સાનિયા, રાજન દેસાણી, ભરતભાઈ રેલવાણી, દિલીપભાઈ પાંધી, ધવલ કાચા, રવિ ગોંડલિયા, વંદન ટાંક, કૃષ્ણ ભટ્ટ, ધાર્મીન ચૌહાણ, મિલન ધંધુકીયા, આશિષ કામલીયા, અભિષેક કાચા, ધવલભાઈ, કૃણાલ મિસ્ત્રી, વિનય ટાંક, સન્ની કોટેચા, કાળુભાઈ ગોંડલીયા, પ્રકાશભાઈ કાપડી, દર્શન જોશી, પ્રથમ રાણપરા, અભિષેક કણસાગરા, જીત ખોપકર, પરાગ ગોહેલ, સુમિત મકવાણા, ધવલ ત્રિવેદી, ભરતસિંહ પરમાર, બલરામ ચૌહાણ, વિવેક સોંદરવા અને ધુવક ભટ્ટ સહિતના સદસ્યો માગદર્શન હેઠળ સેવા આપી રહ્યા છે. સાર્વજનિક ગણેશ મહોત્સવની વિશેષ માહિતી માટે વોટ્સએપ નંબર ૯૪૨૬૨ ૦૧૧૨૦ વોઈસ કોલ માટે મો.નં.૯૯૨૪૦ ૯૯૨૪૧, ઈમેલ આઈ.ડી. [email protected] પર સંપર્ક કરી શકાય છે.
આ વર્ષે મૂર્તિનું ૨૭મું સ્વરૂપ સ્થાપિત કરવામાં આવશે. આજથી નવ વર્ષે પૂર્વ સાર્વજનિક ગણેશ પંડાલમાં સૌથી પહેલી વાર ઈકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપનાનું શ્રેય પણ ત્રિકોણબાગ કા રાજાને જાય છે. મહારાષ્ટ્રના નાસિકના પરંપરાગત, પેઢી દર પેઢીથી પ્રતિમા બનાવતા કારીગર-મૂર્તિકારો પાસે ત્રિકોણબાગ કા રાજાની મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે.
રાજકોટમાં જ તેના પર કોઈ ફ્રેન્ડલી કલર, વાઘા, હજારો ડાયમંડનું વર્ક, ગોલ્ડ પ્લેટિંગ વર્ક તેમજ આર્ટિફિશિયલ હીરા-માણેક આભૂષણથી મૂર્તિને દર્શનીય આભાસ્વરૂપ આપવામાં આવે છે.
ત્રિકોણબાગ કા રાજા ગુજરાતનો એકમાત્ર એવો ગણેશ પંડાલ છે દસો દસ સુધી નિત્યા પ્રાપ્તઃ ૭ થી મોડી રાત્રે ૧૦:૩૦ વાગ્યા સુધી દર્શનાર્થે ખુલ્લો રહે છે. વ્હેલી સવારે વિવિધ શાળાએ જતી બસ અહીં બાળકોને દર્શનાર્થે લઈને આવે છે. જ્યારે બપોરની શાળામાં જતા બાઇકોની સ્કુલ બસ પણ અહીં નિયમિત દર્શનાર્થે આવાગમન કરતી રહે છે. આ ઉપરાંત બપોરના સમયે આસપાસના ગ્રામણી વિસ્તાોરમાંથી બાપ્પાના ભક્તો છકડો, મેટાડોર સહિતના ખાનગી વાહનોમાં સતત દર્શનાર્થે આવતા જ રહે છે. જ્યારે સાંજે ૭ વાગ્યાથી પ્રારંભ થતાં આરતી, ધૂન, સ્તુતિ, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોમાં સ્થાનીકો, શહેરના ગણમાન્ય નાગરિકો, પ્રબુધ્ધો, રાજકીય, સામાજિક, ધાર્મિક, ઔદ્યોગિક અને વ્યાપારી અગ્રણીઓનો નિરંતર પ્રવાહ રાત્રે ૧૨ વાગ્યા સુધી અવિરત વહેતો રહે છે. ત્રિકોણબાગ કા રાજા પંડાલમાં બાપાના ભક્તો આરતી સમયે સ્વયં આશતી ઉતારી શકે છે. આ માટે પંડાલમાં શણગાર સાથેની અઢળક થાળીઓ, પુજાપાની તમામ સામગ્રી દરરોજ તૈયાર કરવામ)ં આવે છે. જેનો દર્શનાર્થીઓ વિનામૂલ્યે લાભ લઈ શકે છે. ખાસ કરીને લગ્નની વર્ષગાંઠ કે જન્મદિવસની ઉજવણી કરતા લોકો આ વિશેષ આરતીનો અચુક લાભ લે છે.
ત્રિકોણબાગ કા રાજા પંડાલમાં મુસ્લિમ અને વ્હોરા સમાજના અગ્રણીઓ પણ આસ્થાભેર મહાઆરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવે છે. અઢારે વરણના લોકો આ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં શ્રદ્ધાભેબ ભાગ લેતા હોય છે.(૪૦.૧૯)
ત્રિકોણબાગ કા રાજા ગણેશોત્સવમાં દરરોજ વિવિધ કાર્યક્રમો
રાજકોટઃ ત્રિકોણબાગ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં દસ દિવસ દરમિયાન શ્રેણબદ્ધ આયોજનો પ્રયોજવામાં આવ્યા છે. જેમાં તા.૨૭ બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી ગણેશજીની વિધિવત સ્થાપના, ઢોલ અને શરણાઈના સૂરે મંગલ પ્રારંભ, જ્યારે સાંજે ૭ કલાકે ઈસ્કોન મંદિર દ્વારા કિર્તન ધૂન (શ્રી વિષ્ણુ સેવાદાસ પ્રભુજી) રાત્રે ૮:૧૫ કલાકે આરતી સંતો-મહંતો, દિવયંગ બાળકો દ્વારા અને રાત્રે ૯ કલાકે ગણેશ વંદના સાંસ્કૃતિક કાર્યક્રમ (નૃત્ય નાટિકા) રજુ કવામ)ં આવશે. તા.૨૮ ગુરૂવારે રાત્રે ૯ કલાકે ‘સાહિત્ય રંગરથ' સંગીત નાટક એકેડમી ગાંધીનગરના આર્થિક સહયોગથી (દિપક જોશી, હર્ષલ માંકડ, મયુર ચૌહાણ, ભરતદાન ગઢવી, વિરલ તિરગતર દ્વારા પ્રસ્તુત) તા.૨૯ શનિવારે સાંજે ૫:૩૦ કલાકે નાના બાળકો માટે શ્લોક સ્પર્ધા/સમુહ હનુમાન ચાલીસા પાઠ, તા.૩૦ શનિવારે રાત્રે ૯ કલાકે સ્કુલ બાળકો દ્વારા ભવ્ય ડાન્સ-ટેલેન્ટ શો/ ગેમ શો, તા.૩૧ રવિવોર સાંજે ૫ કલાકે રક્તદાન શિબિર, કેડીકલ કેમ્પ-વોકાર્ડ હોસ્પીટલના સહયોગથી તા.૩૧ રવિવારે રાત્રે ૯ કલાકે શ્રી મેહુલ રવાણી પ્રસ્તુત ‘‘તેરી ભક્તિ-તેરી મહિમા'' (ભક્તિ સંધ્યા), તા.૦૧/૦૯ સોમવારે રાત્રે ૯ કલાકે હાસ્યનું વાવાઝોડું, તા.૦૨/૯ મંગળવારે રાત્રે ૯ કલાકે શ્રી રૂચિર જાની પ્રસ્તુત ‘‘ક્રાંતિ બેન્ડ શો'' (કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા) તા.૦૩/૦૯ બુધવારે રાત્રે ૯ કલાકે ભવ્ય લોકડાયરો (વિશાલ વરૂ પ્રસ્તુત), તા.૦૪/૦૯ ગુરૂવારે રાત્રે ૯ કલાકે ‘‘રામ નામ કે હીરેમોતી''/ ભવ્ય રામ દરબાર, તા.૦૫/૯ શુક્રવારે સાંજે ૫ફ૩૦ કલાકે ‘સત્યનારાયણ દેવની કથા'' (જાહેર જનતા માટે), તા.૦૫/૯ શુક્રવારે રાત્રે ૯ કલાકે જાહેર જનતા માટે ડાંડીયા રાસ સ્પર્ધા/ સન્માન સમારોહ, તા.૦૬/૯ શનિવારે સવારે ૧૦:૩૦ કલાકે પુર્ણાહુતિ પુજન (સમાપન વિધિ), તા.૦૬/૦૯ શનિવારે બપોરે ૧૨:૩૦ કલાકે ત્રિકોણબાગ ચોકથી ખોખડદળ નદી તરફ ગણપતિ વિસર્જન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:04 PM IST)










