News of Monday, 25th August 2025
વૈષ્ણવોની વાર્તાઓ પુષ્ટિમાર્ગનું બળ: પૂ.: ઘનશ્યામજી
જતીપુરાના પુષ્ટિમાર્ગીય બાવા શ્રી ‘અકિલા'ના આંગણે : વાર્તાઓની ફિલ્મ બનાવવાનું મિશન : ૮૪ અને રપર વૈષ્ણવોની વાર્તાઓમાંથી ત્રણ વાર્તાની ફિલ્મ બની : વૈષ્ણવોના સહયોગથી કાર્ય આગળ ધપશે : પૂ. ઘનશ્યામજીએ ૧૦૮ દંડવતી યાત્રા કરી છે : કાલે રાત્રે હેમુ ગઢવી નાટ્યગૃહમાં કાર્યક્રમ

અકિલા મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂ. ઘનશ્યામજીએ પુષ્ટિમાર્ર્ગીય વૈષ્ણવ સૃષ્ટિની ખુબ જ ગહન ચર્ચા કરી હતી. તસ્વીરમાં ઘનશ્યામજી બાવાશ્રી લાક્ષણિક મુદ્રામાં નજરે પડે છે, બાવાશ્રીની સાથે અકિલા પરિવારના અશ્વિન છત્રાળા અને અશ્વિન રાણપરા તેમજ વૈષ્ણવો સર્વશ્રી દિનેશભાઇ કારીયા, અજયભાઇ ફીચડીયા, વિનુભાઇ વઢવાણા, વિરેનભાઇ પારેખ, જેનીશભાઇ માંડલિયા, રાજેશભાઇ પલાણ, પરાગભાઇ, પિયુષભાઇ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૨૫: પુષ્ટીમાર્ગમાં ૩પ૦ વર્ષો પુર્વે વૈષ્ણવોની વાર્તાઓ લખાઇ હતી. નવી પેઢી માટે આ વાર્તાઓ પ્રેરક છે. તેને ફિલ્મરૂપે દર્શાવવા જતીપુરાના પૂ. ઘનશ્યામજી મહારાજે અભિયાન છેડયું છે.
પૂ.ઘનશ્યામજી આજે અકિલાની મુલાકાતે પધાર્યા હતા. તેઓનું પરંપરાગત સ્વાગત ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ કર્યુ હતું. પૂ. બાવાશ્રીએ જણાવ્યું હતું કે, સુરદાસજી જેવી વિભૂતીએ અનેક લોકોને વૈષ્ણવ બનવા પ્રેર્યા હતા. તે પ્રસંગો અને અનુભવો પુષ્ટી માર્ગમાં વાર્તારૂપ સંગ્રહીત થયો છે.
૮૪ વૈષ્ણવો અને રપર વૈષ્ણવોની વાર્તાઓ માર્ગનું બળ છે. નવી પેઢી અને બદલાયેલા યુગમાં માધ્યમ પણ બદલવું જરૂરી છે. પ્રેરણા આપનારી અને ભકિતના તત્વોને નીખારતી વાર્તાઓ ફિલ્મ સ્વરૂપે દર્શાવવા પ્રયાસ થયો છે.
પૂ. મહારાજે કહયું હતું કે હાલ ત્રણ વાર્તાઓની ફિલ્મ બનવવામાં આવી છે. પાથો ગુજરી, દોભાઇ સહીત ત્રણ વાર્તાઓની ફિલ્મોની ઝલક દર્શાવાશે. આ પ્રમાણે તમામ વાર્તાઓની ફિલ્મ બનાવવાનો પ્રોજેકટ છે. આ અભિયાનમાં વૈષ્ણવોનો સહયોગ મળે તેવો પ્રયત્ન છે. ભોપાલ તથા અમદાવાદ બાદ રાજકોટમાં કાર્યક્રમ આયોજીત થયો છે.
રાજકોટમાં આવતીકાલે રાત્રે ૯ વાગ્યે હેમુગઢવી નાટય ગૃહમાં વચનામૃત અને નાટય સ્વરૂપ રસપાન થનાર છે. વૈષ્ણવોને ઉમટવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
પુજયશ્રીએ જણાવ્યું હતું કે, આ આપણું સાહિત્ય છે, તેમાંથી પ્રેરણા લેવી જરૂરી છે, મુલાકાતમાં પુ.ઘનશ્યામ મહારાજે પુષ્ટિમાર્ગના તત્વોની ચર્ચા કરી હતી. અન્યાશ્રય અંગે વિગતે સમજ આપી હતી.
પુ.ઘનશ્યામજી મૂળ મુંબઇના છે, પણ વર્ષોથી જતીપુરામાં સ્થાયી થયા છે. તેઓએ શ્રી ગિરિરાજજીની ૧૦૮ દંડવતી પરિક્રમા કરી છે. તેઓની સાદગી અને સરળતા પ્રેરક છે.
અકિલા કાર્યાલયે તેઓ વૈષ્ણવના સ્કુટરમાં બેસીને આવ્યા હતા. બાવાશ્રીઓ માટે પણ પુ.ઘનશ્યામજીનું જીવન પ્રેરક છે. તેઓએ જણાવ્યું હતું કે, વ્રજભુમિ અને વ્રજવાસી શ્રી કૃષ્ણથી ખૂબ નજીક છે. ત્યાં મને ખૂબ પ્રેમ મળે છે. ઘનશ્યામજી જતીપુરામાં ચિત્રવન નામના મકાનમાં નિવાસ કરે છે.
રાજકોટના આંગણે પળષ્ટિમાર્ગીય વૈષ્ણવ સળષ્ટિને ૮૪-૨૫૨ વૈષ્ણવ વાર્તાઓ હવે ફિલ્મ રૂપે નિહાળવાનો અવસર સાંપડયો છે, પળષ્ટિમાર્ગીય વૈશ્વણ સળષ્ટિને ૮૪ વૈષ્ણવ,વાર્તા ક્રમાંક -૮૧ ,પાથો ગુજરી ૨૫૨ વૈષ્ણવ વાર્તા ક્રમાંક ૫૮ અને દો ભાઈ ૮૪ વૈષ્ણવ વાર્તા ક્રમાંક ૪૧ને સરળ ભાષામાં અને જીવંત સ્વરૂપે ૮૪-૨૫૨ વૈષ્ણવ વાર્તાઓ પહોંચાડવા અને ભક્તિ પ્રેમ અને સેવાભાવની પ્રેરણા આપવા રાજકોટના આંગણે અલૌકિક ક્રમ ગોઠવાયો છે.
તા, ૨૬ને મંગળવારે રાત્રે ૯ વાગ્યે હેમુ ગઢવી ઓડિટોરિયમ ( મીની નાટય ગળહ ) ટાગોર રોડ ખાતે પૂ, .૧૦૦૮ ઘનશ્યામબાવાશ્રીના વચનામળત અને નાટય સ્વરૂપ રસપાનનું આયોજન થયેલ છે, આ અલભ્ય લાભ માટે સાંજે ૪ થી ૬ દરમિયાન ગોલ્ડ સ્ટોન કોમ્પ્લેક્ષ ભગવતી ફાસ્ટ ફૂડ સામે પેલેસ રોડ પરથી પાસ મેળવી લેવાના રહેશે.
વધુ વિગત માટે વિનુભાઈ વઢવાણા મોં.૮૯૮૦૧ ૫૧૧૧૭, અજયભાઇ ફીચડીયા મોં.૮૭૩૪૯ ૩૨૪૩૨ અને જેનીશભાઈ મો ૯૪૨૯૦ ૪૭૫૧૩ નો સંપર્ક સાધી શકાય છે.
અકિલા કાર્યાલય ખાતે બાવાશ્રી સંગાથે વૈષ્ણવો સર્વશ્રી દિનેશભાઇ કારીયા ,અજયભાઇ ફીચડીયા ,વિનુભાઈ વઢવાણા વિરેનભાઈ પારેખ, જેનીશભાઈ માંડલિયા, રાજેશભાઈ પલાણ , પરાગભાઇ, પિયુષભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
(4:30 PM IST)










