<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલયના આંગણે ૧૪ સ્‍વપ્‍નની ભવ્‍ય ઉછામણીઃ

૮૦૦થી વધુ ભાવિકોએ શ્રી સંઘ સ્‍વામિવાત્‍સલ્‍યનો લાભ લીધા દરરોજ પ્રક્ષાલપૂજા, પ્રભુની આંગી, વ્‍યાખ્‍યાન તેમજ ભાઈઓ અને બહેનોનાં પ્રતિક્રમણનું આયોજન

રાજકોટઃ આનંદ મંગલ શ્વે. મૂ. ત. જૈન સંઘ શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલર્યં પાટીદાર ચોક, રાજકોટ. ર્ંશ્રી પર્યુષણ મહાપર્વની સામુહિક ભવ્‍ય આરાધર્નાં પાવન નિશ્રા વૈરાગ્‍ય વારિધી પ.પૂ. આ. દેવ. વિ. ભકિતસૂરીશ્વરજી મ.સા. સમુદાયના, ગચ્‍છાધિપતિ પ.પૂ. આ. દેવ. વિ. કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાનુવર્તીની પ.પૂ. સા. જય-હેમ-સુર- પુન્‍યપ્રભાશ્રીજી મ.સા ના શિષ્‍યા - પ્રશિષ્‍યા, પ.પૂ.સા.ભ. અપૂર્વરસાશ્રીજી મ.સા, પૂ.સા.ભ. કળતપુન્‍યાશ્રીજી મ.સા. પૂ.સા.ભ. હેતરસાશ્રીજી મ.સા. આદિ ઠાણા નાં સાનિધ્‍યમાં શ્રી મહાવીર જન્‍મવાંચન, ૧૪ સ્‍વપ્‍ન ની ઉછામણી ભવ્‍યાતિ ભવ્‍ય ઉછામણી કરવામાં આવી.

શ્રી સંઘ સ્‍વામિવાત્‍સલ્‍ય નું આયોજન પણ કરવામાં આવ્‍યું જેમાં ૮૦૦થી વધુ ભાવિકોએ લાભ લીધો., કાલે બુધવાર સંવત્‍સરી મહા પર્વ, બારસા સૂત્ર વાંચન, પરસ્‍પર મિચ્‍છામિ દુક્કડ કરાશે. દરરોજ પ્રક્ષાલપૂજા સમય સવાર ૬.૩૦ કલાકે, દરરોજ વ્‍યાખ્‍યાન સમય સવારે ૯.૩૦ કલાકે. બહેનો માટે પ્રતિક્રમણ સમય સાંજે૭ કલાકે ઉપાશ્રય, પર્યુષણ મહાપર્વના દિવસો દરમ્‍યાન રોજ સવારે ૭.૩૦ વાગ્‍યે તાાત્ર પૂજા અને પરમાત્‍માને ભવ્‍યાતિભવ્‍ય આંગી કરવામાં આવશે. આંગીનો લાભ તેમજ વ્‍યાખ્‍યાન અને પ્રતિક્રમણ બાદ પ્રભાવનાનો લાભ જેમને પણ લેવો હોય, તે પ. પૂ. સાધ્‍વીજી ભગવંત અથવા કમિટી મેમ્‍બર્સને જણાવી શકે છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ  દિલીપભાઈ દેસાઈ (૭૯૯૦પ ૭૦૮૧૧) તથા ટ્રસ્‍ટી મંડળનાં સર્વે વિરેન્‍દ્રભાઈ મહેતા, નરેન્‍દ્રભાઈ શાહ, ગિરીશભાઈ શાહ,  પ્રકાશભાઈ શાહ,  જિનેશભાઈ શાહ, સિદ્ધાર્થ મહેતા કોમિલ વોરા, હિતેશ શાહ, મિતેશ મહેતા, આશિષ ઉદાણી, તથા યુવક મંડળનાં તમામ ભાઈઓ અને મહીલા મંડળ તથા યંગ લેડી યુવા ગ્રુપના તમામ બહેનો જહેમત ઉઠાવેલ.

(2:22 PM IST)