<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

રૈયાધારમાં કોર્ટ કેસ મામલે બે જૂથ વચ્‍ચે સશષા ધમાલઃ પથ્‍થરો-બોટલોના ઘાઃ ૧૫ની અટકાયત

પાંચ વર્ષ પહેલા થયેલી માથાકુટના કેસની હજુ તારીખો પડતી હોઇ જુના મનદુઃખને લીધે જામી પડી : પરેશભાઇ ડાભીએ મનિષ ભોણીયાના ઘર પાસે જઇ ગાળો બોલતાં મનદુઃખ વકર્યુઃ મનિષ સહિતે ટોળકી રચી પરેશભાઇના દિકરાને ઘેરી લઇ ઘાયલ કર્યોઃ બાદમાં બંને જૂથ સામ-સામે આવી ગયાઃ યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૨૬: રૈયાધાર વિસ્‍તારમાં રહેતાં બે પરિવારો વચ્‍ચે પાંચ વર્ષ જુના કોર્ટ કેસ મામલે ચાલતા મનદુઃખને કારણે ગાળાગાળી ચડભડ થયા બાદ બંને જૂથ સામ સામે આવી જતાં સરજાહેર ધોકા, ધારીયા, છરી જેવા હથીયારો ધારણ કરી એક બીજા પર પથ્‍થરમારો અને સોડા બોટલોના ઘા કરી ધમાલ મચાવતાં ફિલ્‍મી દ્રશ્‍યો સર્જાયા હતાં. આ બનાવમાં બંને પક્ષના ચારને સામાન્‍ય ઇજાઓ થઇ હતી. યુનિવર્સિટી પોલીસે સામ સામે ગુના દાખલ કરી ૧૫ શખ્‍સોની અટકાયત કરી છે.

રૈયાધાર રાધેશ્‍યામ ગોૈશાળા પાસે મચ્‍છુનગરના ક્‍વાર્ટર સામે રહેતાં રોહીત ઉર્ફ પિયુષ પરેશભાઇ ડાભી (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી મનિષ બીજલભાઇ ભોણીયા, લાલા બીજલભાઇ, રાજશે બીજલભાઇ, પ્રતાપ બટુકભાઇ ભોણીયા, વિપુલ મુકેશભાઇ ભોણીયા, અજય બટુકભાઇ ભોણીયા, સંજય  મનીષભાઇ ભોણીયા અને અલ્લાઉદ્દીન સામે ગુનો નોંધ્‍યો છે. રોહિત ઉર્ફ પિયુષ ડાભી-રાવળદેવ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું. મારા માતાએ અગીયારેક વર્ષ પહેલા અગ્નિસ્‍નાન કરી આત્‍મહત્‍યા કરી હોઇ ત્‍યાર પછી આઘાતમાં મારા પિતા માનસિક અસ્‍વસ્‍થ થઇ ગયા હતાં. ચારેક વર્ષ પહેલા મારા પિતા પરેશભાઇને રૈયાધારમાં રહેતાં પંકજ વિનુભાઇ સોલંકી અને અજાણ્‍યાએ માર મારતાં મેં તેના વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી. આ બાબતે કોર્ટ મેટર થતાં તારીખો પડતી હતી. હજુ પણ કોર્ટ કેસ ચાલુ છે.

સોમવારે પંકજ વિનુ સોલંકીના સગા મનિષ ભોણીયાના ઘર પાસે રૈયાધાર રાણીમા રૂડીમા ચોક પાસે મારા પિતા હાથ ઉંચા કરી ગાળો બોલતા હોઇ મનિષને ગમ્‍યું નહોતું. બાદમાં હું રામાપીર ચોકડીએ વડાપાનો નાસ્‍તો કરી રાણીમા રૂડીમા ચોકમાં ટુવ્‍હીલર સાથે મારા મિત્રની રાહ જોતો ઉભો હતો ત્‍યારે મનિષ અને તેનો ભાઇ લાલો, રાજેશ સહિતના આવ્‍યા હતાં અને તારા પિતા મારા ઘર પાસે ફરી પાછા ગાળો બોલી ગયા છે, તમારે ડખ્‍ખો જ કરવો હોય તો થઇ જાય તેમ કહી ગાળો દીધી હતી.

ત્‍યાં રિક્ષામાં પ્રતાપ, વિપુલ, અજય, સંજય, તેનો મિત્ર અલ્લાઉદ્દીન સહિતના પણ આવ્‍યા હતાં અને આ બધાએ પણ મને કહેલુ કે-તમારે લપ જ કરવી છે? કહી એક જણાએ નેફામાંથી છરી કાઢી મને સાથળમાં ઘા મારતાં હું ખસી જતાં ઘસરકો થઇ ગયો હતો. મેં મનિષને મારો વાંક નથી તેમ કહેતં મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકી દઇ ગાળો દીધી હતી. જેથી હું મારુ વાહન ચોકમાં મુકી પગમાં સળીયા હોવા છતાં દોડવા માંડયો હતો.

બાદમાં રૈયાધાર પાણીના ટાંકા પાસે મ ારો નાનો ભાઇ રૂત્‍વીક અને પિતા તથા મારા મિત્રોને ખબર પડતાં સામેવાળાઓએ રિક્ષામાંથી છરી, ધારીયા કાઢી હાથમાં રાખી તેમજ સરાજાહેર પથ્‍થરો અને કાચની બોટલોના ઘાકરવામ ાંડયા હતાં. જેમાં ારમા મિત્ર અરમાન ઉર્ફ અનુ ચમનભાઇ સોઢાને ડાબા પગે છુટો ઘા લાગી તાં મુંઢ ઇજા થઇહતી. આ દરમિયાન કોઇએ પોલીસને જાણ કરતાં મોબાઇલ અને ૧૦૮ આવી જતાં મને અને મારા મિત્રને સારવાર માટે લઇ ગયા હતાં. જ્‍યાં પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ હતી. બાદમાં મેં ફરિયાદ નોંધાવી હતી. સામા પક્ષે રૈયાધાર ઇન્‍દિરાનગર મફતીયાપરા ચાર માળીયા આવાસ ક્‍વાર્ટર પાસે રહેતાં મનિષ બીજલભાઇ ભોણીયા (ઉ.વ.૪૨)ની ફરિાયદ પરથી રોહિત ઉર્ફ પિયુષ પરેશભાઇ ડાભી, ભવદીપ ઉર્ફ હાંડો પરેશભાઇ ડાભી, ઋત્‍વીક પરેશભાઇ ડાભી, પરેશભાઇ પુનાભાઇ ડાભી, પિયુષના ફઇના દિકરા લાલજી નગીનભાઇ ચોૈહાણ અને અરમાન ઉર્ફ અનુ ચમનભાઇ સોઢા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે. બીજલભાઇએ જણાવ્‍યું છે કે હું મજુરી કરી ગુજરાન ચલાવુ છું. મારા સાળા પંકજ વિનુભાઇ સોલંકીને ૨૦૨૧માં  પરેશભાઇ ડાભી સાથે માથાકુટ થઇ હોઇ તેનો કોર્ટ કેસ ચાલે છે, આજ સુધી કોર્ટમાં તારીખો પડતી હોઇ તેના મનદુઃખને કારણે પરેશભાઇએ મારા ઘર પાસે આવી ગાળાગાળી કરી હતી. બાદમાં પરેશભાઇ, તેના દિકરાઓ પિયુષ ઉર્ફ રોહિત સહિતનાએ ગેરકાયદે મંડળી રચી મારા ભોટા ભાઇ રાજેશભાઇને-હજુ તો એક વખત તારા આંગળા કાપ્‍યા છે હવે તો તને અને તારા પરિવારનો જીવવા નથી દેવા તેમ કહી ધમકી આપી હતી. છરીથી હુમલો કરાતાં મારા મિત્ર અલ્લાઉદ્દીન નુરૂદ્દીનભાઇ શેખને છરકા જેવી ઇજા થઇ હતી. તેમજ કાળુ રતુભાઇ દેત્રોજાને સોડા બોટલ, પથ્‍થરના છુટા ઘામાં ઇજા થઇ હતી.

 યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ હીતેષભાઇ જોગડા,  જે. ડી. મણવર સહિતે ગુનો દાખલ કર્યો હતો. ડી. સ્‍ટાફ અને ઇન્‍વેસ્‍ટીગેશન ટીમોએ બંને પક્ષના ૧૫ને સકંજામાં લઇ કાર્યવાહી કરી હતી.

(4:00 PM IST)