<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

તેર વર્ષની બાળાને ફસાવી ભગવતીપરાના નોનવેજના ધંધાર્થી ખાલીદનો બળાત્‍કાર

રાતે દિકરી ઘરમાંથી ગાયબ થતાં તપાસ થતાં ઘટના સામે આવીઃ બી-ડિવીઝન પોલીસે પોક્‍સો, દૂષ્‍કર્મ અને એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી આરોપીને દબોચ્‍યો

 

રાજકોટ તા. ૨૬: ગઇકાલે જ એક કિસ્‍સામાં નોકરીયાત યુવતિને જંગલેશ્વરના વિધર્મી શખ્‍સે પ્રેમજાળમાં ફસાવી દૂષ્‍કર્મ આચરી તરછોડી દીધાના બનાવમાં માલવીયાનગર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્‍યાં વધુ એક બનાવમાં ભગવતીપરામાં નોનવેજની લારી ધરાવતાં અને જુના મોરબી રોડ ગણેશનગરમાં રહેતાં વિધર્મી શખ્‍સે ૧૩ વર્ષની બાળાને ફસાવી બળાત્‍કાર ગુજારતાં બી-ડિવીઝન પોલીસે ધરપકડ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં ૩૫ વર્ષીય મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જુના મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા ખાલીદ ખાટકી (ઉ.વ ૨૨)નું નામ આપ્‍યું છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તે છુટક કામ કરે છે. ત્રણ સંતાનમાં ભોગ બનનાર દિકરી તેર વર્ષની છે. ગઇ તા. ૨૧/૦૮/૨૦૨૫ ના રાત્રીના નવેક વાગ્‍યાના આસપાસ પરિવારજનો ઘરે સુઇ ગયા બાદ તા.૨૨/૮ના રોજ રાત્રીના બે વાગ્‍યાના આસપાસ ફરિયાદીના  પતિએ તેમને જગાવી કહ્યું હતું કે મને પાણીની તરસ લાગી છે જેથી ફરિયાદી પાણી ભરવા માટે ઘરની લાઇટ ચાલુ કરી જોતા તેમની બાજુમા સુતેલ દિકરી કયાંય જોવા મળી ન હતી. પતિને વાત કરી હતી કે, દીકરી ઘરમાં નથી કયાક જતી રહેલ છે બાદમાં પરિવારે દીકરીની તપાસ કરતા કયાય મળી આવી ન હતી.

દરમિયાન તા.૨૨મીના રોજ સાંજના સાડા સાતેક વાગ્‍યાના આસપાસ પોલીસ સ્‍ટેશનમાંથી ફોન આવ્‍યો હતો કે, તમારી દિકરીને કોઇક અહી મૂકી ગયેલ છે તો તમે તમારી દિકરીને લઇ જાઓ. જેથી ફરિયાદી રાત્રીના આઠેક વાગ્‍યે બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ગયા હતાં.બાદમાં દીકરીને ઘરે લાવી તેણી કયા ગઇ હતી? તે બાબતે પૂછતા તેણીએ જણાવ્‍યું હતું કે, આપણા લત્તામા અગાઉ નોનવેજની દૂકાન ધરાવતા ખાલીદ ખાટકીએ તે મારી સાથે વાત કરી હતી અને પ્રેમમાં હોવાનું જણાવ્‍યું  હતું અને બાદમાં તે મને તમારા ફોનમાં ઇન્‍સ્‍ટાગ્રામ આઇડીમાં સંપર્ક કરી વાત કરતો હતો. એક દિવસ ખાલીદે તેના ઘર કોઇ ન હોઇ મને બોલાવતાં હુ તેના ઘરે જતાં તેણે મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો.

ત્‍યારબાદ ગઇ તા.૨૨ના રાત્રીના પણ મને તે તેના ઘરે લઇ ગયો હતો અને શરીર સંબંધ બાંધ્‍યો હતો. દિકરીની આ વાત સાંભળી પરિવારજનો ચોંકી ગયા હતાં. સગીરાને ભોળવી ખાલીદે દૂષ્‍કર્મ આચર્યુ હોઇ પોલીસે પોક્‍સો, એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી હતી. પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારી સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ એસીપી એસસીએસટી સેલ દ્વારા થઇ રહી છે. (૧૪.૧૫)

(2:55 PM IST)