News of Tuesday, 26th August 2025
માધાપરના વેજાભાઇ લામકાનું હૃદય બંધ પડી જવાથી મોત
બાવળીયા પરાના યુવાન હિમતનું પણ હૃદય બેસી જવાથી મૃત્યુઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨૬: હૃદય રોગના હુમલાથી વધુ બે મૃત્યુ થયા છે. જામનગર રોડ પર માધાપર ગામમાં રહેતાં વેજાભાઇ સીંધાભાઇ લામકા (ઉ.વ.૫૪) સવારે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર વેજાભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરો છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
બીજા બનાવમાં રેસકોર્ષ રીંગ રોડ રેલ્વે ફાટક નજીક બાવાળીયા પરામાં રહેતાં હિમત વેલાભાઇ ચારોલીયા (ઉ.વ.૩૬) નામના યુવાનને બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેને હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. મૃતક ફુગ્ગા વેંચી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં ત્રણ દિકાર અને ત્રણ દિકરી છે. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. (૧૪.૧૧)
(2:55 PM IST)










