News of Tuesday, 26th August 2025
ભગવતીપરાના વિધવા આઇશાબેનને મિત્ર જીજ્ઞેશ ઉર્ફ જીગાએ ખૂનની ધમકી દીધી
અગાઉ સાથે રહેતો હોઇ બે દિવસ પહેલા તેના વિરૂધ્ધ અરજી કરી હોઇ ખાર રાખી માથાકુટઃ બી-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૬: તાજતેરમાં એક પરિણીતાના પુર્વ મિત્રને કારણે મારામારી થઇ હતી. વધુ એક બનાવમાં ભગવતીપરાની વિધવા મહિલાને તેના પુરૂષ મિત્રએ ઢોર માર મારતાં અને ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભગવતીપરામાં શેરી નં. ૫માં રહેતા આઇશાબેન નામના વિધવા મહિલાની ફરિયાદ પરથીં મોરબીમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરાનું વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે. આઇશાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્ન ૨૨ વર્ષ પહેલા મોરબીના સંજયભાઈ સાથે થયા હતાં. સાતેક વર્ષ બાદ છુટા-છેડા થઇ ગયા હતાં. પહેલા લગ્ન સંતાનમાં એક દિકરી છે. બાદ બીજા લગ્ન રાજકોટના મહેબુબભાઇ સાથે થયા હતાં. પતિ મહેબુબભાઇનુ અવસાન થયુ હતું. આ લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્ર છે. તે પણ મારી સાથે રહે છે. આઇશાબેને વધુમાં જણાવ્યું છે કે મારે જીગ્નેશભાઈ ઉર્ફે જીગો જીલુભાઈ ગોગરા (રહે.મોરબી) સાથે મૈત્રી સબંધ હોઇ આશરે દશેક મહીના પહેલા તે સાથે રહેતો હતો.
દરમિયાન ગઇકાલે રાતના આશરે સાડા દશેક વાગ્યાની આસપાસ હું તથા મારો દિકરો, દિકરી ત્રણેય સાથે હતા અને મકાનનો સામાન ફેરવતા હતા ત્યારે ભારત પાન દુકાનની બાજુમાં ભગવતીપરા મેઇન રોડ ખાતે પહોંચતા જિગ્નેશ ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા આવ્યો હતો અને મારી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી વાસાનાભાગે તથા ગરદનના ભાગે મુંઢ મારમાર્યો હતો. આ બનાવનું કારણ એ છે કે બે દિવસ પહેલા આ જિગ્નેશ ઉર્ફે જીગો સામે પોલીસમાં બોલાચાલી અને ઝઘડા બાબતની અરજી કરી હતી. તેનો ખાર રાખીને તેણે માથાકુટ કરી ધમકી આપી કહ્યુ઼ હતું કે-તું ગમે એટલી ફરિયાદ કરીશ પણ હુ તને છોડીશ નહી. હેડકોન્સ. વાય. એન. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૧૫)
(2:56 PM IST)










