News of Tuesday, 26th August 2025
સિવિલ હોસ્પિટલ ચોક પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ પકડાયા
એ-ડીવીઝન પોલીસના હેડ કોન્સ. કલ્પેશભાઇ બોરીચા, ધારાભાઇ ગઢવી અને કરણભાઇ વીરસોડીયાની બાતમીઃ રૂા. ૧૩ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ર૬: સિવિલ હોસ્પિટલ ચોક પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા એ-ડીવીઝન પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલ ચોક પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. કલ્પેશભાઇ બોરીચા, ધારાભાઇ ગઢવી તથા કરણભાઇ વીરસોડીયાને બાતમી મળતા સિવિલ હોસ્પિટલ ચોકમાં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ગોંડલ રોડ માલધારાી હોટલ પાસે રહેતો વીજય દયાશંકરભાઇ દવે, મોચી બજાર ખાડામાં રહેતો સરફરાજ હુસેનભાઇ શેખ, ઢેબર કોલોની મેઇન રોડ પરના ઇરફાન સુલેમાનભાઇ કારવા, દોઢસો ફૂટ રોડ ધરમનગર આવાસ યોજના કવાર્ટરના અમીન જદુરભાઇ શિશાંગીયા અને ભગવતીપરા હુસેની ચોક શેરી નં. પના સોહિલ મજીદભાઇ સોરાને પકડી લઇ રૂા. ૧૯૭૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી. આ કામગીરી પી.આઇ. બી. વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ. એમ. રાણા તથા એ.એસ.આઇ. બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડ કોન્સ. કરણભાઇ વીરસોડીયા, કલ્પેશભાઇ બોરીચા, કનુભાઇ બસીયા, ધારાભાઇ વનારીયા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કોન્સ. ધર્મેશભાઇ ખાડેખા તથા તેજસભાઇ ડેર દ્વારા કરવામાં આવી હતી. (૭.રપ)
(2:57 PM IST)










