<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

વિદેશી નાગરીકોની ચકાસણી દરમિયાન યુગાન્‍ડાની ૪ યુવતી અને સુદાનનો યુવક ‘ઓવર સ્‍ટે' કરતા મળી આવ્‍યા

બીઝનેસ હેતુથી આવેલી યુવતીઓના વિઝા ૩-૪ મહિના પહેલા પુરા થઇ ગયા હતા જયારે સુદાનના વિદ્યાર્થીએ ૬-૭ મહિનાથી વિઝા રીન્‍યુ નહિ કરાવેલા : એસઓજી દ્વારા કરાશે વિઝા ઓફીસને રીપોર્ટ

રાજકોટ, તા., ર૬: શહેરમાં વિદ્યાર્થી તરીકે આવેલા અને ધંધાના હેતુથી આવેલા આફ્રિકન કન્‍ટ્રી સહિતના વિદેશીઓ સામે રતનપર અને હડાળાના ગ્રામજનોની ગુન્‍હાહીત પ્રવૃતિ અંગેની રજુઆતો બાદ સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપ દ્વારા ગઇકાલથી શહેરના જુદા જુદા સ્‍થળોએ વસતા આવા નાગરીકોની તપાસણી થઇ રહી છે. આજ સુધીમાં ર૦૦ થી વધુ નાગરીકોને ચકાસી લેવાયાનું એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું.

ચકાસણી દરમિયાન ઘંટેશ્વરની કલ્‍યાણ પાર્ક સોસાયટીમાં રહેતી યુગાન્‍ડાની ૪ યુવતીઓના વિઝા પુરા થઇ ગયાને ૩-૪ માસનો સમય વિતી ગયાનું જયારે મારવાડી કોલેજના સાઉથ સુદાનના એક પુર્વ સ્‍ટુડન્‍ટ તે પણ ૬-૭ મહિનાથી પુરા થઇ ગયેલા વિઝા રીન્‍યુ કરાવ્‍યા વગર રહેતા હોવાનું ખુલ્‍યું છે. આ લોકોને એસઓજી ઓફીસે બોલાવી વિઝા કચેરીનું માર્ગદર્શન માંગવામાં આવી રહયું છે. આજે પણ આ કાર્યવાહી ચાલુ જ છે. જે દરમિયાન વધુ બે સંદીગ્‍ધ પણ જણાઇ આવ્‍યાનું બહાર આવ્‍યું છે. (૪.૧૪)

(3:25 PM IST)