તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકની ઉંચી ઉડાન : ૧ લાખ કરોડનો બિઝનેસ : હવે ગુજરાત ભણી દોટ : ૬ નવી બ્રાંચ ખોલશે
બેંકે MSME, ટેક્ષટાઇલ અને એગ્રી પ્રોસેસિંગ સેકટર ઉપર ધ્યાન કન્દ્રિત કર્યુ બેંકના એમડી અને સીઇઓ સલી. એસ. નાયર રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન

રાજકોટ, તા.૨૬: ભારતની અગ્રણી જૂની ખાનગીક્ષેત્રની બેંકો પૈકીની એક તમિલનાડ મર્કન્ટાઇલ બેંક (ટીએમબી)એ ગુજરાતમાં તેની ઉપસ્થિતિ વધારવા માટે રાજ્યમાં છ નવી બ્રાન્ચના ઉદઘાટનની તેની યોજના જાહેર કરી છે. આ વિસ્તરણ સાથે ગુજરાતમાં બેંકનું બ્રાન્ય નેટવર્ક વધીને ૨૨ થશે. બેંકે ઉંચી ઉડાન ભરી જુનના અંતે ૧ લાખ કરોડનો બિઝનેસ મેળવ્યો છે.
આ વિકાસ રણનીતિ હેઠળ ટીએમબી ગુજરાતમાંથી ૫૦ ઓફિસર્સની નિમણૂંક કરવાની પ્રક્રિયામાં છે, જેમાંથી ૧૫ની પહેલેથી જ નિમણૂંક થઇ ગઇ છે. તેનાથી ગ્રાહક જોડાણ મજબૂત બનશે અને સુવિધાજનક સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત થશે. તેમ બેંકના એમ.ડી અને સીઇઓ નાયરે પત્રકારોને જણાવ્યું હતું.
ગુજરાત ભારતના ઝડપી વળદ્ધિ સાધતા રાજ્યો પૈકીની એક છે અને વેપારી નિકાસમાં ૧૨ ટકાથી વધુ યોગદાન આપે છે. વર્ષ ૨૦૨૪ સુધીમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ હેઠળ ગુજરાતમાં ૩ મિલિયનથી વધુ રજિસ્ટર્ડ એમએસએમઇ છે, જેમાં માઇક્રો યુનિટ્સનો નોંધપાત્ર હિસ્સો છે. ટીએમબી આ શહેરને તેના એમએસએમઇ-કેન્દ્રિત મોડલને લક્ષ્યમાં રાખતાં સ્વાભાવિક પસંદગી તરીકે જૂએ છે.
ગત વર્ષે ટીએમબીએ મજબૂત વળદ્ધિ નોંધાવી છે. એમએસએમઇ અને રિટેઇલ ધિરાણના નેતળત્વમાં વાર્ષિક ધિરાણમાં ૧૦.૪૪ ટકાનો વધારો તથા થાપણોમાં વાર્ષિક ધોરણે ૯.૩૮ ટકાનો વધારો થયો છે. ટીએમબીએ ૨૫ જુલાઇ, ૨૦૨૫ના રોજ એક્સચેન્જને જાણકારી આપ્યાં મૂજબ ૧ લાભ બિઝનેસનું સીમાચિホ પણ હાંસલ કર્યું છે. ગુજરાતમાં બેંક ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જવેલરી, ફૂડ પ્રોસેસિંગ અને એગ્રીકલ્ચર જેવાં પ્રમુખ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ગ્રાહકોને સેવા પૂરી પાડે છે તથા રાજ્યમાં તેની લોન બુક રૂ. ૧૦૫૮.૩૮ કરોડ છે.
આ વિસ્તરણ અંગે પ્રતિક્રિયા આપતાં તમિલનાડ મર્કન્ટાઇલ બેંકના એમડી અને સીઇઓ સલી એસ. નાયરે કહ્યું હતું કે, ગુજરાત ભારતના સૌથી વાઇબ્રન્ટ આર્થિક કેન્દ્રો પૈકીનું એક છે. જે દેશની નિકાસ, ઉત્પાદન અને કળષિ પ્રોસેસિંગમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. રાજકોટમાં તેની મજબૂત ઉદ્યોગસાહસિકતાની સંસ્કળતિ સાથે એન્જિનિયરીંગ, ઓટો કોમ્પોનન્ટ્સ અને મેન્યુફેક્ચરિંગમાં સમળદ્ધ એસએમઈ ઇકોસિસ્ટમ છે. ટીએમબી માટે ગુજરાત પોતાની એમએસએમઈ અને રિટેઇલ બુકને વિકસાવવા, વિશિષ્ટ ધિરાણ ઉકેલોથી વેપારીઓને ટેકો આપવા તેમજ સમળદ્ધ અને નાણાકીય બાબતો વિશે જાગળત લોકો પાસેથી થાપણો મેળવવાની બેજોડ તક આપે છે. રાજકોટમાં અમારું વિસ્તરણ પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિને મજબૂત કરવા માટે એક વ્યૂહાત્મક અને પ્રતીકાત્મક પગલું છે.
ફૂડ પ્રોસેસિંગ અને ટેક્સટાઇલ્સમાં રાજ્યના નેતળત્વને જોતાં ટીએમબી એ ગુજરાતમાં એમએસએમઇ સેગમેન્ટમાં નોંધપાત્ર સંભાવનાઓની ઓળખ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં બેંકનો આરએએમ પોર્ટફોલિયો ૧૧.૯૩ ટકા વધ્યો છે, જેમાં એમએસએમઇએ આરએએમ બુકમાં ૩૨ ટકાથી વધુનો ફાળો આપ્યો છે તેમજ આ વળદ્ધિમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહેવાની આશા છે. અમારી નવી ઓટોમેટેડ લોન મેનેજમેન્ટ સિસ્ટમને ઓક્ટોબર ૨૦૨૫માં લાગુ કરવાનો અમારો ઉદ્દેશ્ય છે, જે આરએએમ સેગમેન્ટમાં એમએસએમઇ સેક્ટરના યોગદાનમાં વધારો કરશે.(૨૩.૨૬)
(3:36 PM IST)










