તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
પરિક્ષીત ઉર્ફ પરીયા ગઢવીએ કરેલા ફાયરીંગના કાવત્રામાં સામેલ ફિરોઝ બેલીમને ઝડપી લેવાયો
શાહનવાઝ એપાર્ટમેન્ટ નીચે બેઠો છે તેની માહિતી આરોપીને આપી કાવત્રામાં ભાગ ભજવ્યો હતો પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, એએઅસાઇ નિલેષભાઇ મકવાણા અને ટીમે ઝડપી લીધો

રાજકોટ તા. ૨૬: શહેરના જંગલેશ્વર તરફ જવાના રસ્તે ખ્વાજા એપાર્ટમેન્ટની નીચે ગત ૧૫મી ઓગષ્ટની રાતે ફાયરીંગનો બનાવ બન્યો હતો. આ ગુનામાં ભક્તિનગર પોલીસે વધુ એક આરોપી ફિરોઝ સિકંદરભાઇ બેલીમ (ઉ.વ.૨૩-રહે. બુધ્ધનગર-૧, આરએમસી ક્વાર્ટર સામે શોૈચાલય નજીક જંગલેશ્વર)ને પકડી લીધો છે.
શાહનવાઝ મુસ્તાકભાઇ વેતરણ અને તેના મિત્ર સમીર ઉર્ફ મરઘા સાથે મળી સાતેક મહિના પહેલા પુનીતનગર પાણીના ટાંકા પાસે પરિક્ષીત ઉર્ફ પરીયો ઉપર ફાયરીંગ કરાયું હતું. આ બનાવનો બદલો લેવાના ઇરાદે ૧૫મીએ પરિક્ષીત ઉર્ફ પરીયો અને અજાણ્યો આવ્યા હતાં અને શાહનવાઝ વેતરણ પર આજે તો મારી જ નાખવો છે કહી ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિક્ષીત ઉર્ફ પરીયો સહિત બેને પકડી લેવાયા હતાં. કાવત્રામાં સામેલ ફિરોઝ બેલીમને પણ હવે પકડી લેવાયો છે. ફરિયાદી ખ્વાજા એપાર્ટમેન્ટની નીચે બેઠો છે તેવી વાત સતત બીજા આરોપી સાથે ફીરોઝે કરી કાવત્રામાં મદદગારી કરી હતી. આ શખ્સ અગાઉ હત્યા, રાયોટીંગમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, કોન્સ. પ્રકાશભાઇ મકવાણા, મયુરધ્વજસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, હાર્દિકભાઇ પીપળીયાએ આ કામગીરી કરી હતી.
(4:00 PM IST)










