<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

રાજકોટમાં નવા ટ્રાફિક ડીસીપી તરીકે હરપાલસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્‍યો

ડીસીપી પૂજા યાદવની ડાંગ બદલી થતાં તેમના સ્‍થાને નિમણુંક

રાજકોટ તા. ૨૬: શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવને ડાંગ બદલી કરવામાં આવ્‍યા બાદ તેમના સ્‍થાને નવા ટ્રાફિક ડીસીપી તરીકે નિયુક્‍ત કરાયેલા ડો. હરપાલસિંહ જાડેજા આજે રાજકોટ ખાતે હાજર થતા તેઓએ ટ્રાફિક ડીસીપી તરીકેનો પૂજા યાદવ પાસેથી ચાર્જ સંભાળી લીધો હતો.

 ટ્રાફિક ડીસીપી તરીકે મુકાયેલા ડો. હરપાલસિંહ જાડેજા આજે હાજર થતા ડીસીપી પૂજા યાદવ પાસેથી ટ્રાફિક બ્રાન્‍ચ નો ચાર્જ સંભાળી લીધો હતો તેમજ ટ્રાફિક બ્રાન્‍ચ દ્વારા બદલી થયેલા ડીસીપી પૂજા યાદવને વિદાય સન્‍માન અપાયું હતું 

(3:41 PM IST)