<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ત્રિશુલ અને ડમરૂના સિંહાસન ઉપર બિરાજમાન ગજાનનદાદાઃ સિલ્‍વર ગ્રુપ કા રાજા ગણેશોત્‍સવ

વેશભુષા-આરતી સુશોભન સ્‍પર્ધા, નાટક ‘દિકરો ભુલ્‍યો મા-બાપને', જાદૂગરનો શો, રાસગરબા, છપ્‍પનભોગ દર્શન

રાજકોટઃ સિલ્‍વર ગ્રુપ દ્વારા મવડી પ્‍લોટ નવલનગર-૩ મવડી મેઈન રોડ ખાતે સતત ત્રીજા વર્ષે ગણેશોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. ૭ ફુટની ઈકો ફ્રેન્‍ડલી મૂર્તિ બનાવવામાં આવી છે. ત્રિશૂલ સાથે ડમરૂવાળા ગણપતિ દાદા બિરાજમાન થશે.

દરરોજ રાત્રે ૮ વાગ્‍યે ભવ્‍ય મહાઆરતીમાં રાજકીય, સામાજીક, સેવાકીય અને શૈક્ષણિક સંસ્‍થાઓનાં સમાજ શ્રેષ્‍ઠીઓ ઉપસ્‍થિત રહેશે. દરરોજ પ્રસાદ વિતરણ થશે.

સિલ્‍વર ગ્રુપ કા રાજા ગણેશોત્‍સવમાં મૂર્તિ સ્‍થાપના તા.૨૭ બુધવાર, સાંજે ૪:૩૦ કલાકે કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમો વિગતો જોઈએ તો વેશભૂષા સ્‍પર્ધા તા.૨૮, ગુરૂવાર-આરતી સમયે (૧૫ વર્ષ સુધીના બાળકો માટે), આરતી શુશોભન સ્‍પર્ધા તા.૨૯, શુક્રવાર-આરતી સમયે (બહેનો માટે), નાટક- ‘દિકરો ભુલ્‍યો માં-બાપને' તા.૨૯, શુક્રવારે રાત્રે ૧૦ થી ૧૨ કલાકે, જાદુગર નો શો તા.૩૦, શનિવાર રાત્રે ૯:૩૦ કલાકે, ચિત્ર સ્‍પર્ધા તા.૩૧, રવિવારે સાંજે ૪ કલાકે (૫ થી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે), રાસ ગરબા તા.૩૧ રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે, છપ્‍પનભોગ દર્શન તા.૧/૯ સોમવાર બાદ લક્કી ડ્રો રાત્રે ૯:૩૦ કલાકે ડ્રો ની ટીકીટ રૂ.૨૦ રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સિલ્‍વર ગ્રુપ કા રાજા ગણેશોત્‍સવના સભ્‍યો સર્વશ્રી વિમલ ડાંગર (એડવોકેટ) ભાજપ લીગલ સેલ, સુનિલ સુરાણી (શ્રી સેન માર્કેટીંગ), જગદીશભાઈ અકબરી (શિવ શક્‍તિ ડેરી ફાર્મ), કેતન વાડોદરીયા, જયેશ સરવૈયા, પ્રયાગ ત્રિવેદી, કમલેશ રાઠોડ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:45 PM IST)