તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
આવતીકાલે સંવત્સરીની જાહેર રજાના દિવસે શહેરની તમામ મામલતદાર કચેરીઓ ખુલ્લી રહેશે
આંગણવાડી ભરતીમાં જરૂરી દાખલા સહિતની કામગીરીને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલો નિર્ણય

રાજકોટ: આવતી કાલે તા. ૨૭ ઓગસ્ટના રોજ સંવત્સરીની જાહેર રજા છે. જે સબબ વિવિધ સરકારી કચેરીઓમાં રજા પાળવામાં આવશે, પરંતુ રાજકોટ શહેરમાં આવેલી પશ્ચિમ, દક્ષિણ તેમજ પૂર્વ મામલતદાર કચેરી રાબેતા મુજબ ખુલ્લી રહેશે. ખાસ કરીને આંગણવાડી ભરતી સબબ ડોમિસાઈલ તથા અન્ય સર્ટિફિકેટ સહિતની કામગીરીના ધસારાને પહોંચી વળવા માટે કલેકટર ડો. ઓમપ્રકાશની સૂચનાથી ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ તકે દાખલા સહિતની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે, જેની જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
(8:02 PM IST)










