<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

રાજકોટ જીલ્લામાં અધિકારીની મંજૂરી વગર ગણેશ વિસર્જન- સરઘસ અંગે મનાઇઃ પીવાના પાણીમાં વિસર્જનની મનાઇ

એડી. કલેકટર શ્રી ગૌતમ દ્વારા તા. ૭ સુધી જાહેરનામુ

રાજકોટ તા. ૨૭ :..   રાજકોટ જીલ્લા ગ્રામ્‍ય વિસ્‍તારમાં આગામી ગણેશ મહોત્‍સવ નિમિતે થનારા મુર્તિ વિસર્જનથી પર્યાવરણની જાળવણી કરવા, જળષાોતોમાં પ્રદુષણ થતું અટકાવવા તેમજ જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્‍યવસ્‍થાની જાળવણી તથા જળસળષ્ટિ પર થતી વિપરીત અસર અટકાવવાના હેતુસર રાજકોટના અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી એ.કે.ગૌતમ દ્વારા રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના સમગ્ર વિસ્‍તારમાં તા.૦૭/૦૯/૨૦૨૫ સુધી જાહેર કરેલા આદેશો મુજબ, સક્ષમ સતાધિકારીની પુર્વ મંજુરી વગર ગણેશ વિસર્જન કે અન્‍ય ધાર્મિક સરઘસ કાઢવું નહીં, સક્ષમ સ્‍થાનિક સતામંડળએ મુર્તિ વિસર્જન માટે સુનિヘતિ કરેલ સ્‍થળ સિવાયની કોઇપણ જગ્‍યાએ મૂર્તિ વિસર્જન કરવું નહીં, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળષાોત જેવા કે ડેમ, તળાવ, નદી, કુવામાં મુર્તિ વિસર્જન કરવું કરવું નહીં, મૂર્તિ વિસર્જન માટે સરકારના વન અને પર્યાવરણ વિભાગ, કેન્‍દ્રિય પ્રદુષણ બોર્ડ તથા ગુજરાત પ્રદુષણ કરવું નહીં.

સ્‍થાનિક વહીવટીતંત્ર પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્‍યકિતને, સંસ્‍થાને, ફરજ ઉપર હોય તેવી ગળહરક્ષક દળની વ્‍યકિતને, કોઈ લગ્નના વરઘોડાને સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્‍યકિતને તથા કોઈ સ્‍મશાન યાત્રાને રોકવામાં આવશે નહીં. આગામી તા.૦૭/૦૯/૨૦૨૫ ના કલાક ૨૪/૦૦ સુધી રાજકોટ શહેર પોલીસ કમિ‘રેટની હકુમત સિવાયનો રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાનો તમામ વિસ્‍તારમાં અમલ કરવામાં આવશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

(12:10 PM IST)