<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

નાણાવટી ચોકમાં યુવાનને મારમારી બાઇકમાં તોડફોડ કરવાના ગુનામાં ફરાર ત્રણ પકડાયા

ડીસીપી ઝોન-ર ના નાસતા ફરતા સ્‍કવોડના પી.એસ.આઇ. આર.એચ. ઝાલા તથા સ્‍ટાફે નરેન્‍દ્રસિંહ ચૌહાણ, મુસ્‍તાક ઉર્ફે મુસો અને ભરત ઉર્ફે સુનીલને દબોચ્‍યા

રાજકોટ, તા. ર૭: દોઢસો ફુટ રોડ નાણાવટી ચોક પાસે પૈસાની ઉઘરાણી પ્રશ્ને યુવાનને મારમારી તેના બાઇકમાં તોડફોડ કરી ધમકી આપવાના ગુનામાં નાસતા ફરતા ત્રણ શખ્‍સોને ડીસીપી ઝોન-ર ના નાસતા ફરતા સ્‍કવોર્ડે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા ની સુચનાથી ડીસીપી ઝોન-ર ના નાસતા ફરતા સ્‍કવોર્ડના પી.એસ.આઇ. આર. એચ. ઝાલા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્‍યારે ગાંધીગ્રામ શેરી નં. ૭ માં રહેતા સેલ્‍સમેન અદનાન અલ્‍તાફભાઇ વિંધાણી (ઉ.વ. રર) ને ગત તા. ૧૮ ના રોજ નાણાવટી ચોક પાસે ભરત કોળી ઉર્ફે ટકો, નરેન્‍દ્રસિંહ તથા મુસો નામના શખ્‍સોએ પંખાના પૈસા આપવાની ના પાડી યુવાનને ધોકા વડે માર મારી તેના બાઇકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં નાસતા ફરતા ત્રણેય શખ્‍સો રાજકોટમાં હોવાની માહિતી મળતા. નરેન્‍દ્રસિંહ પ્રભાતસિંહ ચૌહાણ, મુસ્‍તાક ઉર્ફે મુસો હુસેનભાઇ ખીયાની અને ભરત ઉર્ફે સુનિલ કાનજીભાઇ અઘાડા (રહે. ત્રણેય નાણાવટી ચોક આર. એમ. સી. કવાર્ટર) ને પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપ્‍યા હતાં. આ કામગીરી પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકીતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્‍સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા દ્વારા કરવામાં આવી હતી. 

(2:06 PM IST)