<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

આરજે દેવકીને એક માલધારી કન્‍યાના રૂપમાં જોવાનો લ્‍હાવોઃ ‘આપણાં' ગીરની વાતો, આપણે ના જાણી હોય એવી ગીરની વાતોની રજૂઆત

‘અકૂપાર' નાટકની લગભગ ૬૦% ટિકિટો બૂકઃ બુકિંગ ૯૦૨૩૨૮૨૪૦૭ અને બુકમાઇશો એપ પર થઈ શકશે

રાજકોટઃ ‘‘ખમા ગઈર ને'' અને ‘‘મારી વાલી  ગઈર એવી ને એવી દાંત કાઢતી થઇ ગઈ'' અને  ‘‘ગઈર તો મારી માં, અજરામર છે''  -આવા શબ્‍દો અને તે પણ આપણે સદા જેને એક જંગલ માનતા આવ્‍યા છીએ તેવા ગીર માટે મિત્રો , આવી જીવંતતા ભરેલા કેટ-કેટલાયે પ્રસંગો, વાક્‍યો, માન્‍યતાઓ, રૂઢિઓ અને પરંપરાઓ વિષે જાણવા મળશે ‘અકૂપાર'માં. આ પુસ્‍તક પોતાનામાં જ એક આગવો લ્‍હાવો છે તો એનું નાટ્‍ય રૂપાંતર પણ એટલી જ મજા પડે એવું છે. 

શહેરમાં ઉછરેલો એક ચિત્રકાર ગીર ને , પ્રકૃતિની દોરવા આવે છે અને પછી શીખે છે ગીરની  આંતરિક સુંદરતમ વિવિધતાઓ, ગીર ની ગરિમા , ગીર નો સ્‍વભાવ, ગીર માટે માં જેવી મમતા, પ્રકૃતિના રહસ્‍યો, પ્રકૃતિ અને જાનવરોના સંબંધો અને આખીયે પૃથ્‍વીને ચલાવતું , સૌથી સંતુલિત ચક્ર અને આ બધાયેથી ય ઉપર, એવી એક આંતરિક મુસાફરી જે નાયકની પાયાથી લઇ ને શૂન્‍ય અને એકાત્‍મની આખી સમજણ જ બદલી નાખે છે!!

 આ નાટક છે આદરણીય શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત નવલકથા 'અકૂપાર' નું જ નાટ્‍ય રૂપાન્‍તર.

શ્રી ધ્રુવ ભટ્ટ કોઈ જ ઓળખાણને આધીન નથી.  તત્‍વમસિ ની સુપરીયા હોય , અકૂપારની સાંસાઈ હોય , અતરાપિ નો સારમેય, સમુદ્રાન્‍તિકેની અવલ હોય કે દ્રૌપદી કે ભીષ્‍મ વિશેની વાતો હોય , ધ્રુવ ભટ્ટના દરેકે દરેક પાત્ર જીવન વિષે કૈક નવી અને ઊંડી સમજણ આપે છે. જીવનને સરળ ભાષામાં વ્‍યક્‍ત કરવું અને જીવનના સત્‍યોને શીરાની જેમ ગળા  નીચે ઉતારવા એ ધ્રુવ ભટ્ટના દરેક પુસ્‍તકની વિશેષતા છે. અને પાછું કોઈ જ ભાષણો કે ફિલોસોફી નહિ બલ્‍કે અત્‍યંત રસપ્રદ, રોચક વાર્તાના સ્‍વરૂપમાં ધ્રુવ ભટ્ટની રજૂઆત દરેક પેઢીને આકર્ષે છે. એવી બહુ ઓછી વાર્તાઓ હશે જેમાં ધ્રુવ ભટ્ટ એ જાત-અનુભવ નહિ કર્યા હોય! અકૂપાર માટે ગીરના નેસડાઓ માં મહિનાઓ સુધી રહ્યા , તો સમુદ્રાન્‍તિકે અને તત્‍વમસિ તેઓની નર્મદા પરિક્રમાનું તારણ  જયારે તિમિરપંથી નવલકથા માટે છારા જ્ઞાતિના લોકો સાથે પણ રહ્યા! ધ્રુવ ભટ્ટનું પુસ્‍તક આપને  એક બેઠકે પુરા કાર્ય વગર જંપવા દે તો જ નવાઈ!

અને એ જ ધ્રુવ ભટ્ટના , ગીરના નેસડાંઓમાં મહિનાઓ સુધી રહ્યા પછી ના અનુભવો, તારણો, ત્‍યાં ની પરંપરાઓ, રિવાજો, બોલી અને પ્રકૃતિ સાથેનો અદમ્‍ય તાલમેલનું પરિણામ એટલે અકૂપાર.

 અકૂપાર નાટકમાં પુસ્‍તકને તમામ રીતે ન્‍યાય કરવાનો પ્રામાણિક પ્રયત્‍ન થયો છે અને દિગ્‍દર્શિકા શ્રી અદિતિ દેસાઈ તેમાં ખરા પણ ઉતર્યા છે. પુસ્‍તકની કેટલીક રસપ્રદ વાતો, ઘટનાઓ, મર્મો અને પાત્રોને જીવંત કરવા નાટકના મુખ્‍ય પાત્રો અને દિગ્‍દર્શિકા એ પણ ગીરમાં દિવસો વિતાવ્‍યા. નાટકને ન્‍યાય કરવા ત્‍યાંની બોલી શીખવામાં આવી અને લઢણ ને બોલીમાં આબેહૂબ ઉતારવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો.

તો રાજકોટ, રાહ શાની જુઓ છો ફટાફટ બુકીંગ કરાવી લો કારણ કે ગીર, સાસણ, ઉના, ધોરાજી, ભાવનગર, જામનગર, મોરબી, જસદણ, અમરેલી, વગેરે શહેરો માંથી તો લોકો એ ઓલરેડી ટિકિટો બુક કરાવી દીધી છે.

 નાટકનો એક માત્ર પ્રયોગ ૪ સપ્‍ટેબર, ગુરુવાર , રાત્રી ના ૯.૩૦ વાગ્‍યે હેમુ ગઢવી હોલ ખાતે થશે. વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ ના આ પ્રયોગ માં તેમના સદાયના શુભ ચિંતક અને દરેક ડગલેને પગલે સહાયક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટ ભાઈ ગણાત્રા , દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્‍યો છે. આ ઉપરાંત અકૂપાર નાટકના સપોર્ટર્સ તરીકે, લિટ્ટલ એંજલ ડાયપર, એપલ બેસન , MJR જ્‍વેલ્‍સ , સેલસ હોસ્‍પિટલ, આટોમાઇઝ સ્‍પાઇસીસ, પ્રભુ સ્‍નેહ બાય પ્રભુ ગ્રુપ, સરાઝા હોટેલ, આદેશ કેબ અને અવર રાજકોટનો સહકાર સાંપડ્‍યો છે

(2:17 PM IST)