<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

વાયરલ વિડીયો પરથી સુધા ધામેલીયા અને પ્રકાશ જાદવ સામે ગુનો નોંધાયો

ડ્રગ્‍સ પેડલરની છાપ ધરાવતી મહિલા અને સાથેના શખ્‍સે રૈયા રોડ બાપા સિતારામ ચોકમાં જાહેરમાં ગાળો બોલી ભય ફેલાવ્‍યો હતો

રાજકોટ તા. ૨૭: રૈયા રોડ બાપા સિતારામ ચોકમાં એક મહિલા અને એક શખ્‍સ જાહેરમાં લોકોની વચ્‍ચે બેફામ ગાળો બોલી ભય ફેલાવ્‍યો હતો. જેનો વિડીયો વાયરલ થયા બાદ આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. પ્રતાપસિંહ દાદભા મોયાની ફરિયાદ પરથી સુધા સુનિલભાઇ ધામેલીયા અને પ્રકાશ ડાયાભાઇ જાદવ વિરૂધ્‍ધ જીપીએક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

પ્રતાપસિંહ મોયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે રૈયા રોડ બાપા સિતારામ ચોકમાં એક મહિલા અને તેની સાથેનો શખ્‍સ એક્‍ટીવા પાર્ક કરી બાદમાં રોડ પર જાહેરમાં બિભત્‍સ ગાળો બોલી આવતા જતાં લોકોની હાજરમાં લાજશરમ વગર ઉંચા અવાજે સતત ગાળો બોલી જાહેરજનતામાં ભય ઉભો કરી ઉપદ્રવ થાય તેવુ ત્રાસદાયક કૃત્‍ય આચરતા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ બાબતે પીઆઇ એચ. એન. પટેલની સુચનાથી મેં તથા હેડકોન્‍સ. ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, પીએસઆઇ એન. વી. ચુડાસમા સહિતે તપાસ કરતાં ખબર પડી હતી કે વિડીયોમાં જે મહિલા દેખાય છે તે સુધા સુનિલ ધામેલીયા છે અને તેની સાથેનો શખ્‍સ પ્રકાશ જાદવ છે.  બાદમાં આ બંને વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવ્‍યો હતો.

ઉલ્લેખનીય છે કે સુધા અગાઉ માદક પદાર્થની હેરાફેરી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી છે અને પાસામાં પણ જઇ આવી છે. તેણે શા માટે આ કૃત્‍યુ કર્યુ? તેની તપાસ તે ઝડપાયા બાદ થશે. (૧૪.૮)

(2:23 PM IST)