તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 27th August 2025
કોઇનો વાંક નથી, બિમારીથી કંટાળી પગલુ ભરુ છું તેવી ચિઠ્ઠી લખી
મવડીના કાવેરી પાર્કમાં જલ્પાબેન શંખાવરાનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૨૭: મવડી ગામ બાપા સિતારામ ચોક કાવેરી પાર્ક-૨માં રહેતાં જલ્પાબેન કોૈશિકભાઇ શંખાવરા (ઉ.વ.૩૦) નામના પરિણીતાએ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેણીએ આપઘાત પુર્વે ચિઠ્ઠી લખી છે તેમાં કોઇનો વાંક નથી, બિમારીથી કંટાળી પગલુ ભરુ છું તેવું લખ્યું છે.
જલ્પાબેને ઉપરના મકાનમાં ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ દિનેશભાઇ જોષી, કિરીટભાઇ રામાવત, જયસુખભાઇ વાઘેલા સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ જલ્પાબેનના લગ્ન છ વર્ષ પહેલા થયા હતાં. તેના પતિ જીઇબી કોન્ટ્રાક્ટર છે. તેણીને સંતાન પ્રાપ્તિ થઇ નહોતી. કેટલાક સમયથી તેઓ ડિપ્રેશનમાં અને બિમાર રહેતાં હોઇ કંટાળીને આ પગલુ ભર્યુ હતું.
તેણીએ એક ચિઠ્ઠી લખી હતી તેમાં પણ બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું લખ્યું હતું. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી હતી. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૧૦)
માંડવી ચોક દેરાસરે અઢારીયા તપની આરાધના
મુનિરાજ શ્રી પૂ. મનકચન્દ્રસાગરજી મ.સા. આદીની નિશ્રા : ર૦૦ મી ધ્વજા રોહણ મહોત્સવ પુર્વે અઢાર દિવસીય તપનું ઓકટોબરમાં આયોજન
રાજકોટ : શહેરના ૧૯૯ વર્ષે પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસરમાં ર૦ મી ધ્વજા રોહણ મહોત્સવની પુર્વ આરાધના રૂપે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત અમૃત ઉપધાન તપ આરાધના (અઢારીયુ) અઢાર દિવસની આરાધના ઇતિહાસમાં પ્રથમ વખત અમૃત માળા તપસ્વી રોપણ કરવામાં આવશે.
જેમાં મુનિરાજશ્રી પ.પુ. મનકચંદ્ર સાગરજી મ.સા., પૂ. પ્રિયચન્દ્રસાગરજી મ.સા., પૂ. વિતરાગચન્દ્ર સાગરજી મ.સા. તથા પૂ. તપસ્વી સાધ્વીજી ભગવંતશ્રી કૈવલ્યરસાશ્રીજી મ.સ. આ.ઠા. ૪ શુભ નિશ્રા પ્રદાન કરશે.
અમૃત ઉપધાન તપ આરાધના (અઢારીયા) નો મંગલ પ્રારંભ તા.૧૬ ઓકટોબરને ગુરૂવારથી થશે. જયારે તા. ર નવેમ્બરને રવિવારે તપની પુર્ણાહુતી થશે તેમ રાજકોટ જૈન તપગચ્છ સંઘ પ્રમુખ જીતુભાઇ ચાવાળાની યાદીમાં જણાવાયું છે.
(3:59 PM IST)










