News of Wednesday, 27th August 2025
જીવનમાં જો કોઈ આપવા જેવું હોય તો એ ઉત્તમ વસ્તુ માફી છેઃ પૂ.દીદી કૃષ્ણકુમારીજી
સાધુ વાસવાણી મિશન પૂનાના આધ્યાત્મિક વડા પૂજ્ય દીદી કૃષ્ણ કુમારી ની બીજા દિવસે વિદ્યાર્થીઓ સાથે સંગોષ્ઠી યોજાઇ તમારા આચાર વિચાર જીવન વ્યહવારને મહાન બનાવે છે અને પ્રભુ સાથે કનેકશન મજબૂત બનાવે છે

રાજકોટઃ સાધુ વાસવાણી સ્કૂલ તથા સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સ ના વિદ્યાર્થીઓ સાથે પ્રમુખસ્વામી હોલ ખાતે યોજાયેલ સંગોષ્ઠી માં પૂજ્ય દીદી અને વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનનું આદાન-પ્રદાન થયું હતું વિદ્યાર્થીઓને મૂંઝવતા સવાલો ના પૂજ્ય દીદી એ ખૂબ જ આસાન અને તાર્કિક જવાબો આપ્યા હતા.
સાધુ વાસવાણી સ્કૂલ નો દરેક વિદ્યાર્થી એ પૂજ્ય દાદા જે.પી. વાસવાની અને દાદા ટી.એલ. વાસવાણીની કરુણાસભર શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ બને તેવી ભાવના વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી અવસ્થામાં આપવામાં આવતું શિક્ષણ એ નવા ભારતના નિર્માણમાં એક ઉત્તમ ભૂમિકા ભજવી શકે છે અને તેમની અને પૂજ્ય દાદા ની આશા ઓ પણ વિદ્યાર્થીના બાલ્ય શિક્ષણ પર જ હતી ફરગિવ અને ફરગેટના પૂજ્ય દાદાના મંત્ર ને જીવનમાં ઉતારવાની શીખ આપી હતી.
જીવનમાં જો કોઈ આપવા જેવું હોય તો એ ઉત્તમ વસ્તુ માફી છે. તમારા આચાર વિચાર જીવન વ્યવહાર ને મહાન બનાવે છે અને પ્રભુ સાથે કનેક્શન મજબૂત બનાવે છે. પાવર ઓફ પ્રેયરની વાત કરતા તેમણે જણાવેલ હતું કે પ્રાર્થનામાં બહુ મોટી શક્તિ છે પ્રાર્થના જ તમારી સફળતાનો મંત્ર છે પ્રાર્થનાને તમારા જીવનનો દૈનિક દિનચર્યા બનાવો અને રોજની પ્રભુ સાથેની પાંચ મિનિટની પ્રાર્થના એ તમને જીવનમાં આગળ વધવાનો રસ્તો અને વિશ્વાસ બંને વધારશે.
પ્રાર્થનાને એક ટેવ બનાવી વિશ્વાસ સાથે ની કરેલી રોજની પ્રાર્થના પ્રભુ સાથે જોડાણનું એક દ્વાર ખોલી આપે છે હું એકલો નથી પણ પ્રભુ મારી સાથે છે એ દરેક વખતે તમારા મગજમાં રાખો જેથી મગજ માંથી નકારાત્મક વિચારોને તિલાંજલિ મળશે જીવનની એક વખતની અસફળતા એ કાયમી નથી પણ સફળતા તરફ જવા માટેનું એક પ્રથમ પગલું છે એમ માનવું દરેક કર્મ સાથે તેનું પરિણામ જોડાયેલું જ છે ફક્ત તેને પાકવા માટે યોગ્ય સમયની રાહ જોવાની જરૂર છે વિદ્યાર્થીઓને વધુ પાઠ ભણાવતા તેમણે જણાવેલ કે રિઝલ્ટ પર ધ્યાન આપવાને બદલે પોતે અભ્યાસ પર ભાર મૂકવાની જરૂર છે સારો અભ્યાસમાં એકાગ્ર મનથી કરેલ અભ્યાસ ઓટોમેટીક રીઝલ્ટ સારું જ આવે છે માટે અભ્યાસ પર ભાર મૂકવો અને પરિણામ પ્રભુની ઉપર છોડી દો જીવનમાં ઘણું બધું સાથે કરવાને બદલે કોઈ એક કામ એક સમયે કરવાથી સફળતા જલ્દી મળે છે એક સમયે એક કામ કરો પણ પુરા લગન અને કોન્સન્ટ્રેશન થી કરો તો સફળતા જરૂર મળશે.
તેમણે વધુમાં વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવેલ એ જીવનમાં ક્યારેય મતલબી ન બનવું બીજા માટે જીવો બીજાનું સારું વિચારો તો તમને જીવનમાં સાચું સુખ શાંતિ અને આનંદ મળશે પૂજ્ય દાદા ના કરુણાના વિચારને જીવનમાં ઉતારવાની આપી હતી
(2:43 PM IST)










