<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

કાલે ગોંડલમાં નાટક ‘અમારી દુનિયા તમારી દુનિયા'

નાટકમાં રાજકોટના ૧૧ કલાકારોઃ મા-બાપ અને બાળકો વચ્‍ચેની સ્‍ટોરીઃ નિઃશુલ્‍ક

રાજકોટઃ  શ્રી જલારામ ભકિતધામ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા ગુજરાત સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા સાંસ્‍કૃતિક વારસાની જાળવણી યોજના હેઠળ મળેલ ગ્રાન્‍ટમાંથી સામાજીક નાટક ‘અમારી દુનિયા તમારી દુનિયા' ના ત્રણ પ્રયોગ નાટયપ્રેમી  જનતા માટે વિનામૂલ્‍યે રજૂ કરવાના થતાં હોય જેમાનાં બે પ્રયોગો દીવ ખાતે યોજાયો જેમાં આશરે ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ ર૦૦ ની સંખ્‍યામાં વાલી, શિક્ષકગણ હાજર રહી બધાએ આ નાટક નિહાળ્‍યું- અને તેજ દિવસે ઉના ખાતે ભજવાયો જેમાં લગભગ ૪૦૦ જેટલા હરિભકત પ્રેક્ષકોએ આ નાટક નિહાળવાનો લાભ લીધો .

હવે ત્રીજો પ્રયોગ તા. ર૮, ગુરૂવારે રાત્રે ૯ કલાકે શ્રી ભગવતસિંહજી ટાઉન હોલ, ગોંડલ ખાતે ભજવામાં આવશે. આજના જમાનામાં વડીલો અને દિકરા-વહુ વચ્‍ચે  મનમેળ ન થતાં માતા-પિતાને અલગ થવાની ફરજ પડે છે. અને તેઓ પાછળની જિંદગીમાં દુઃખી થાય છે. આવી જ કંઇક દર્દભરી કથાની વ્‍યથા એટલે ‘અમારી દુનિયા તમારી દુનિયા' જેના લેખક શ્રી પ્રવિણ  સોલંકી (મુંબઇ) દિગ્‍દર્શક ભરત લાલસેતા, સહ દિગ્‍દર્શક સાક્ષી લાલસેતા, ભરત પરમાર શ્રી જલારામ ભકિતધામ ટ્રસ્‍ટ લાઇટ-રમીઝ, સાલાણી, સંગીત ધ્‍વનિ ગાંધી અને પ્રેરક મેર

આ નાટકમાં અભિનય આપતા કલાકારો ભરત પરમાર, વર્ષા પરવમાર, ભકિત રાજદેવ, પ્રેરક મેર,ધ્‍વનિ ગાંધી, પરિન રાઠોડ, ધ્રુમિલ બારડ, રોનકગીરી ગોસ્‍વામી અને વૃષ્‍ટિ પોપટ, મેકઅપ - સોનલ પોપટ, સેટ ડિઝાઇન અશોક લુંગાતર છે કલા પ્રેમીઓ માટે નિઃશુલ્‍ક પ્રવેશ રાખેલ છે. વધુ વિગતો માટે મો. ૯૮૨૫૩ ૫૦૫૪૬ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા  

(3:00 PM IST)