<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

દરેક મૂર્તિ એક વાર્તા કહે છે... પાર્થ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ૧૧ દિવ્‍યાંગ બાળકોએ ઇકો ફ્રેન્‍ડલી ગણપતિ દાદાની મૂર્તિઓ સજી દિધી....

રાજકોટ : દરેક મૂર્તિ એક વાર્તા કહે છે, શહેરના વિખ્‍યાત અને દિવ્‍યાંગ બાળકો માટે અત્‍યંત આશીર્વાદ રૂપ શ્રી પાર્થ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ અને પાર્થ રીહેબ એન્‍ડ સ્‍પેશીયલ એજયુકેશન સેન્‍ટર દ્વારા દિવ્‍યાંગ બાળકો અને તેમના માતા દ્વારા ગણપતિ બાપ્‍પાની ઇક્રો ફ્રેન્‍ડલી મૂર્તિ બનાવવાનો પ્રયત્‍ન કર્યો હતો, આ કાર્યક્રમમાં ૧૧ દિવ્‍યાંગ બાળકોએ મૂર્તિઓ બનાવી, ગણપતિદાદાના આશીર્વાદ લીધા હતા, ગણેશ ચોથની ભવ્‍ય ઉજવણી કરી હતી, એક બીજાને શુભેચ્‍છા પાઠવી હતી, આજનો આ એક પ્રયત્‍ન ઘણો સફળ રહ્યો હતો. દિવ્‍યાંગ બાળકો શિક્ષણ સાથે સામાજિક રીતે યોગ્‍ય રીતે સમાજમાં જોડાઇ તે ઉદેશ્‍ય સાથે આ પ્રયત્‍ન કરવામાં આવ્‍યો, તેમ પાર્થ ફાઉન્‍ડેશન અને પાર્થ રીહેબ એન્‍ડ સ્‍પેશિયલ એજયુકેશન સેન્‍ટરના શ્રી અમોલ આણંદપરા અને પ્રિતિ આણંદપરાએ એક યાદીમાં ઉમેર્યું છે. 

(3:29 PM IST)