તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
સાધુવાસવાણી મિશન પૂનાના આધ્યાત્મિક વડા પૂજ્ય કૃષ્ણ કુમારી દીદીનું ચુઝ હેપીનેસ વિષય પર પ્રવચન યોજાયું
રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા શાળા સંચાલક મંડળના સદસ્ય સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટઃ સાધુ વાસવાણી મિશન પૂનાના આધ્યાત્મિક તથા પૂજ્ય ટી એલ વાસવાણી તથા સાધુ જે પી વાસવાણી ના વિચારોને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરી રહ્યા છે તેવા સેન્ટરના વડા પૂજ્ય કૃષ્ણ કુમારી દીદી ના રાજકોટ ખાતેના ત્રણ દિવસના રોકાણના ત્રીજા દિવસે ચુઝ હેપીનેસ વિષય પર ખૂબ જ મનનીય પ્રવચન યોજાયું હતું.
પ્રવચન દરમિયાન તેમણે સુખી જીવન માટેના સૂત્રો આપ્યા હતા. પૂજ્ય દીદી એ તેમના ઉપદેશ માં જણાવેલ હતું એ તમારે તમારી જાતને રોજ પ્રશ્નો પૂછવો જોઈએ કે તમારી ખુશી ને કોણ ડિસ્ટર્બ કરી રહ્યો છે. તમે તમારી જાતને કઈ રીતે મુલવો છો એનો સંબંધ ખુશી સાથે છે વ્યક્તિની વધુ પડતી મહત્વકાંક્ષા જીવનમાંથી સુખ અને ખુશી ને અદ્રશ્ય કરી નાખે છે વ્યક્તિનું ઓવર થીંકીંગ વિચારોને કુંઠિત બનાવે છે વધારે પડતા વિચારો ચિંત નું કારણ બને છે અને તે જ હૃદય તથા મનને હાનિ પહોંચાડે છે તેમણે હેપીનેસ ના કારણોની વાત કરતા જણાવેલ એ બીજાનું વાણી અને વર્તન આપની ખુશીને ડિસ્ટર્બ કરે છે facebook youtubeમાં મળતી ઓછી લાયક તમારી ખુશીને ડિસ્ટર્બ કરે છે
હેપીનેસ કેન નોટ બી પરચેઝ ખુશીને ક્યારેય ખરીદી શકાતી નથી તમે સેવન સ્ટાર રેસ્ટોરન્ટ ફુડ બીલ એફોડે કરી શકો છો પરંતુ તમારા શરીરમાં ભોજનની ભૂખ ન હોય તો તે પણ ફિકૂ જ લાગે છે. તેવી રીતે પૈસો ખુશી ખરીદી શકતા નથી એ કાયમ યાદ રાખવું. પૈસો લક્ઝરી લાઇફ જરૂર આપી શકે છે પરંતુ કાયમી ખુશી આપી શકતો નથી પાવર પ્રેસ્ટિજ, કમાન્ડ, કંટ્રોલ અને સક્સેસ ટૂંકા ગાળાની ખુશી જરૂર આપે છે પરંતુ સાથે સાથે બીજા પ્રત્યે ઈર્ષા અને આપણાથી કોઈ આગળ ન વધી જાય તેની સ્પર્ધાત્મકતા અને કુટીલતાને જન્મ આપે છે. આમ હેપીનેસ એટલે કે માનવીના મનની અંદરની ઉદ્વવતી લાગણી છે અને સંતોષ એ જ હેપીનેસની ચાવી છે.
માનવીનું મગજ વાંદરા જેવું છે જેમ વાંદરાનો સ્વભાવ ઉછળ કુદનો છે તેમ માનવીનો મગજ અને મન પણ સતત ઉછળ કૂદ કરતું રહે છે આપણે આપણી જાતની સરખામણી સતત અને સતત બીજા સાથે કરતા રહીએ છીએ અને દુઃખી થઈએ છીએ ઈશ્વરે જે આપણને બનાવ્યા છે જે આપણને આપ્યું છે તેમાં તેનો આભાર માનવો જોઈએ અને ખુશ રહેવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે unclaterrd your mind to get the happiness વ્યક્તિ પોતાના શરીરને તો સ્વચ્છ રાખવા માટે દરરોજ સ્નાન કરે છે પરંતુ પોતાના માઈન્ડને પોતાના મગજ ને ક્લીન કરવા માટેની કોઈ દરકાર કરતો નથી.
આપણે આપણા મગજને માઈન્ડને એવરી ડે ક્લિન કરવાની જરૂર છે નેગેટીવ વિચારો શરીર અને મગજ માટે ચોર જેવું કામ કરે છે જેમ આપણા ઘરમાં કોણ આવી શકે તે માટે આપણે સીસીટીવી કેમેરાઓ રાખીએ છીએ આધુનિક ઉપકરણો રાખીએ છીએ પરંતુ માનવીમાં મનમાં કોણ આવી શકે તે માટે કોઈ દિવસ વિચાર કરતા નથી. પોઝિટિવિટી અને હકારાત્મકતા એ જ જીવનમાં સાચું સુખ આપી શકે છે માટે જીવનમાંથી નકારાત્મક વિચારોને નકારાત્મક લાગણીઓને દૂર કરો.
બીજા પ્રત્યે ઈર્ષા , અદેખાય , બીજાને નીચા દેખાડવાની ભાવના આપણામાં નકારાત્મકતાનો જન્મ આપે છે વિચારોની નકારાત્મકતા એ ખુશીના ગ્રાફ ને સતત નીચો કરતો જાય છે.
પૂજ્ય દાદા જે પી વાસવાણી એ ફર્ગીવ અને ફોરગેટનો વિચાર આપેલ છે તે એક પાવરફુલ શસ્ત્ર બની શકે છે દરરોજ સૂતા પહેલા આખા દિવસની દિનચર્યાને યાદ કરી તમારી લાગ ણીને તમારા હૃદયને જેણે પણ ઠેસ પહોંચાડે છે તેને માફી આપવી અને જેને આપણે આપણા વાણી વર્તન દ્વારા ઠેસ પહોચાડી છે તેની ક્ષમા માંગવી.
તેમણે હેપીનેસ ની ચાવી બતાવતા કહ્યું હતું કે ગુસ્સો ક્યારેય ન કરો બીજાના વાતને હૃદય પર ક્યાંરે ન લેવી તથા ભગવાન પણ દ્રઢ વિશ્વાસ રાખો આ ત્રણ વસ્તુ હેપ્પીનેશ નો સુખી જીવનની દરવાજાની ચાવી છે ્ ક્ષમા કરો અને સુખી રહો લેને વાલે ને બદલે દેને વાલે બનો કોઈપણ જાતની અપેક્ષા વગર બધાને ખુશી શાંતિ સુખ અને સન્માન આપો તો આપોઆપ તેજ શાંતિ અને સુખ તમારી પાસે આવશે .કેરીના ઝાડને જેમ પથરો મારી તો પણ એ ફળ રૂપે કેરી જ આપે છે તે તેનો સ્વભાવ બદલતો નથી તો આપણે પણ આપણો સ્વભાવ શું કામ બદલવો જોઈએ તેમને જણાવેલ કે illness will begin with I but wellness will come with positive thinking જીવનમાં દરેક વસ્તુ મા પોઝિટિવિટી જોવી તેમ કરવાથી શરીરની અંદર એક નવી શાંતિનો નવી ઉર્જા નો વિકાસ થાય છે જે આપણી નિર્ણય શક્તિને મજબૂત બનાવે છે આપણને કોઈ કે ન ગમતી વાત કીધી હોય તો તે આપણા હૃદયમાં વર્ષો સુધી સંઘરી રાખીએ છીએ જે આપણામાં દુશ્મન નો ભાવ પેદા કરે છે એ આપણે ખુશીનું મારણ બને છે .કોઈએ દુભાવેલી લાગણી જખમ બને છે અને માનવી મને ની શાંતિને હણી લેવાનું કામ કરે છે. અંતમાં તેમણે જણાવેલ કે આપણે આપણા શરીરના વજન પ્રત્યે જાગૃત છીએ પણ હૃદયના ભાર ને આપણે ઇગ્નોર કરીએ છીએ અને વર્ષો સુધી નકારાત્મક વિચારો અને કોઈએ દુભાવી લાગણીને હૃદય પર સંઘરી રાખી એ છીએ અને આપણે જ આપણે ખુશીને મારીએ છીએ . સતત વિરોધ કરવો એ નબળી માનસિકતા ની નિશાની છે જ્યારે સતત બધાને ક્ષમા આપવી એ તાકાતની નિશાની છે તમે કોઈ વખત માફી તો આપી જુઓ તમારા મનને એક ઈશ્વરીય શાંતિનો અનુભવ થશે અંતમાં તેમને જણાવેલ કે વ્યક્તિએ પોતાના અહમના હારને ઉતારીને ખેતીએ ટિંગાડી દેવાની જરૂર છે અને અહમ છોડી બીજાને વિચારોને સકારાત્મક પરિબળોને સ્વીકાર કરવાની અને સતત પ્રભુને આભાર માનવાથી હૃદયનો ભાર હળવો થશે
રાજકોટ શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વકુલપતિ શ્રી કમલેશભાઈ જોશીપુરા ભાવનાબેન જોષીપુરા સહકારી બેંકના વિવિધ અધિકારીશ્રીઓ બેંકના ચેરમેન શ્રીઓ શ્રી હરિ મહેતા અગ્રણી વકીલો શાળા સંચાલક મંડળના સદસ્ય નામાંકિત શાળાઓના સંચાલકો લુહાણા સમાજના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા પણ શ્રી અગ્રણી વકીલ શ્રી નરેશભાઈ રોજા છે જીતુભાઈ ભટ્ટ શ્રી અનામીકભાઈ શાહ શાહ તથા રામકૃષ્ણના પૂજ્ય સંત શ્રી બ્રહ્માકુમારીના પૂજ્ય દીદી શ્રીઓ તથા વિવિધ સમાજના આગેવાનો સંતો મહંત ઉપસ્થિત રહ્યા હતા જેમની સાથે દીદી એ વન ટુ વન મુલાકાત પણ કરી હતી. રાજુભાઈ પોબારૂ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાધુ વાસવાણી સેન્ટરના ચેર પરસન શ્રી રવિ બી ગોગીયા , સેક્રેટરી શ્રી મનોહરલાલ બુલચંદાણી તેમજ અન્ય ટ્રસ્ટીઓ શ્રી બ્રિજલાલ સોનવાણી શ્રી રાજેશભાઈ મૂલચંદાણી શ્રી દેવેન્દ્રભાઈ રેલવાણી તથા બંને સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી મીરાબેન ચૌહાણ, મિસ સ્વાતી શાસ્ત્રી, મિસિસ કોમલ રાવલે તથા સહુ સ્ટાફ મેમ્બર્સ એ ખૂબ જહૈમત ઉઠાવી હતી.
(2:05 PM IST)










