તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
હિટ એન્ડ રનઃ કોઠારીયા સોલવન્ટના પ્રોૈઢ કડવાભાઇ તલસાણીયાનું મોત
ખોખડદડથી નવા રીંગ રોડ પરના રસ્તે બનાવ : વતન મહિદળ ગામે લોૈકિકે જવા નીકળ્યા હતાં: પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૮: ખોખડદડથી નવા ૧૫૦ રીંગ રોડ તરફના રસ્તા પર મેલડી માતાજીના મંદિરના બોર્ડ પાસે હિટ એન્ડ રનના બનાવમાં કોઠારીયા સોલવન્ટના પ્રોૈઢનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે.
કોઠારીયા સોલવન્ટ રાધીકા રેસીડેન્સીમાં રહેતાં કડવાભાઇ ભુરાભાઇ તલસાણીયા (ઉ.વ.૫૫) ૨૫મીએ સવારે પોતાનું બાઇક હંકારી ચોટીલાના મહિદળ ગામે પોતાના વતનમાં ગ્રામજનનું અવસાન થયું હોઇ લોૈકીકે જવા નીકળ્યા હતાં. દરમિયાન ખોખડદડથી નવા ૧૫૦ રીંગ રોડ પર જતાં કોઇ અજાણ્યો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર કડવાભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૨)
(2:42 PM IST)










