<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

શહેરામાં રોગચાળો અટકાવવા આરોગ્‍ય વિભાગ ઉંધા માથેઃ ર૪૪ વ્‍યકિતના લોહીના નમૂના લેવાયા

વાહક જન્‍યરોગ નિયંત્રણ કાર્યક્રમ અન્‍વયે વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત સધન ઝુંબેશ : વોર્ડ નં. ૧ર, ૧૪ અને ૧૬ માં પ૦ હજાર ઘરની મુલાકાતનો તંત્રનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૪૦ ને નોટીસ

 

રાજકોટ, તા.૨૮: મનપા દ્વારા રોગ અટકાયતી પગલાના ભાગ રૂપે ડોર ટુ ડોર ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન મચ્‍છર જન્‍ય અને પાણી જન્‍ય રોગ ચાળાના લક્ષણો હોય તેવી ૨૪૪ વ્‍યકિતના લોહીના નમૂના લઇ પરીક્ષણ અર્થે લેબમા મોકલી આપ્‍યા હતા. તેમજ ચેકિંગ દરમિયાન મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૪૦ ને નોટિસ ફટકારવામાં આવી હતી. આરોગ્‍ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને ઘ્‍યાને લઇને વાહકજન્‍ય રોગો જેવા કે ડેન્‍ગ્‍યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્‍યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૦૪ ઓગષ્‍ટથી વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.૧ થી વાહક નિયંત્રણની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. તા.૨૨ થી તા.૨૬ દરમ્‍યાન વોર્ડ નં. ૧૨, ૧૪ અને ૧૬ માં કામગીરી કરવામાં આવેલ હતી.

આરોગ્‍ય વિભાગ દ્વારા વોર્ડમાં ઘરોની મુલાકાત લઇ ઘરમાં તથા તેની આસપાસ રહેલ પીવાના તથા વ૫રાશના પાણીના પાત્રો, ટાંકા, ટાંકી, છોડના કુંડા, ૫ક્ષીકુંજ વગેરે જેવી જગ્‍યા તપાસીને દવા નાખવાની કામગીરી કરવામાં આવે છે તથા આવી જગ્‍યાઓ ૫ર પાણી સંગ્રહિત ન રહે તેવી સુચના તથા આરોગ્‍યશિક્ષણ અપીલ આ૫વામાં આવે છે. રહેણાંકની સાથે વોર્ડમાં આવતી શાળાઓ, હોસ્‍પિટલ, બાંઘકામ સાઇટ, સેલર, હોટલ જેવા કોમર્શીયલ અને જાહેર સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ અને આરોગ્‍ય શિક્ષણની કામગીરી કરવામાં આવે છે.

જેમાં વોર્ડ નં.૧૨ માં ૨૦, ૯૦૫ ઘરની મુલાકાત લઇ ૮૧૩૮૩ પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી ૭૦૨ ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. તથા ૨૬૨ ઘરમાં ઇન્‍ડોર ફોગીંગની કામગીરી કરવામાં આવેલ છે. ૨૫૨ બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૦૬ આસામીઓને નોટીસ આ૫વામાં આવેલ છે. ૮૦ વ્‍યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ છે. વોર્ડ નં. ૧૪ માં ૧૩૪૦૨ ઘરની મુલાકાત લઇ ૫૭૩૬૩ પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી ૫૨૧ ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. તથા ૨૬૯ ઘરમાં ઇન્‍ડોર ફોગીંગની કામગીરી કરવામાં આવેલ છે. ૨૮૫ બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૫૨ આસામીઓને નોટીસ આ૫વામાં આવેલ છે. ૬૮ વ્‍યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ છે.(૬.૧૬)

(2:43 PM IST)