<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

મનપા તંત્રની લાલઆંખ : આવાસમાં ભાડુઆત રહેતા કડક કાર્યવાહી

સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ અને કુવાડવા રોડની ટાઉનશીપની ૩ ફલેટને તાળા

રાજકોટ, તા. ર૮ શહેરના કુવાડવા રોડ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ વિસ્‍તાર મનપાની આવાસ યોજનામાં મુળ લાભાર્થીના સ્‍થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા ટાઉનશીપમાં બે આવાસ સીલ કરવામાં આવ્‍યા છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ આવાસ વિભાગ દ્વારા મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્‍થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી લક્ષ્મણ ટાઉનશીપ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે તથા શ્રી લોકમાન્‍ય તિલક ટાઉનશીપ, કુવાડવા રોડ પાસે આવેલ આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્‍વયે મુળ લાભાર્થીના સ્‍થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય આવાસો તા. ર૬ નાં રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

શ્રી લક્ષ્મણ ટાઉનશીપ -સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે ૧ તથા શ્રી લોકમાન્‍ય ટિળક ટાઉનશીપ કુવાડવા રોડ પાસે ર સહિત કુલ ૩.

(3:07 PM IST)