તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
તરણેતર મેળામાં જીતેન્દ્રભાઇ ધામેચા પર બે શખ્સે ધોકાથી હુમલો કર્યો

રાજકોટ તા. ૨૮: વાંકાનેરના વીસીપરામાં રહેતાં જીતેન્દ્રભાઇ જેઠાભાઇ ધામેચા (ઉ.વ.૪૫)ને સવારે ચારેક વાગ્યે તરણેતરના મેળામાં ફરતાં હતાં ત્યારે સુમિત, મોગલ સહિતે ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જીતેન્દ્રભાઇ છુટક મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે હું પરિવારજનો સાથે મેળામાં ફરવા ગયો હતો ત્યારે અમારા પગ પાસે પાણીની બોટલનો ઘા આવ્યો હતો. જેથી નજીકમાં બે શખ્સ ઉભા હોઇ તેને આ બોટલ કોણે ફેંકી તેમ પુછતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. આ શખ્સોના નામ સુમિત અને મોગલ હોવાનું જાણવા મળ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને આ અંગે જાણ કરી હતી.
(3:24 PM IST)










