<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

હદપાર કરાયેલા મહિલા સહિત ત્રણ શખ્‍સોને ઝડપી લેતી પોલીસ

પેરોલ ફરલો સ્‍કવોડે નીરૂબેન, વનરાજસિંહ અને અવેશને ઝડપી લીધા

રાજકોટ તા.૨૮: શહેરમાંથી હદપાર કરાયેલા મહિલા સહિત ત્રણ શખ્‍સોને પેરોલ ફરલો સ્‍કવોડે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ આગામી તહેવારોને ધ્‍યાને રાખીને નાસતા- ફરતા તથા હદપાર કરાયેલા શખ્‍સોને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નરે સૂચના આપતા પેરોલ ફરલો સ્‍કવોર્ડના પી.આઇ. ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી.તેરૈયા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા. ત્‍યારે રાજકોટમાંથી  હદપાર કરાયેલા નીરૂબેન મનોજભાઇ મકવાણા  (રહે. ભગવતીપરા શેરી નં.૮) વનરાજસિંહ દેવસિંહ ભટ્ટી (રહે. એસ.ટી.વર્કશોપ પાછળ ખોડીયાર નગર) અને અવેશ સાજીદભાઇ અંતરીયા (રહે. બજરંગવાડી રાજીવનગર શેરી નં.૨૨/૨૩ ) ને પકડી લીધા હતા. આ કામગીરી પી.આઇ. ભાર્ગવસિંહ એમ. ઝણકાટ તથા પીએસઆઇ જે.જી. તેરૈયા, એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીક, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, હેડ.કોન્‍સ. રાજદીપ સિંહ ચોૈહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા તથા કોન્‍સ. દોલતસિંહ રાઠોડ, દ્વારા કરવામાં આવી હતી. (૩.૧૧)

(4:04 PM IST)