<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

રાજકોટ જીલ્લામાં ૧૫૦ વાહનોમાંથી બ્‍લેકફિલ્‍મો દુર કરી દંડ વસુલાયો

નવનિયુકત એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વાહન ચેકીંગની ડ્રાઇવ

રાજકોટ, તા.૨૮: રાજકોટ જીલ્લામાં નવનિયુકત એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વાહન ચેકીંગની ડ્રાઇવ ૧૫૦ વાહનોમાંથી બ્‍લેક ફિલ્‍મો દુર કરી દંડ વસુલાયો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સુચના તથા માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્‍ય જિલ્લામાં તહેવારોમાં કાયદો અને વ્‍યવસ્‍થા પરિસ્‍થિતી જળવાઇ રહે અને બીજા કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે હેતુથી રાજકોટ ગ્રામ્‍ય જિલ્લામાં અલગ-અલગ પોલીસ સ્‍ટેશનમાં કાચ અંગે કાર્યવાહી કરવા સારૂ વાહન ચેકીંગની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્‍યાન જિલ્લાના પોલીસ સ્‍ટેશનના અલગ-અલગ વિસ્‍તારોમાં સઘન વાહન ચેકીંગ કરી આ ડ્રાઇવ દરમ્‍યાન વાહનોમાં લગાવેલ બ્‍લેક ફિલ્‍મ કુલ-૧૫૦ દુર કરી દંડની કામગીરી કરવામાં આવેલ હતી.

(4:10 PM IST)