તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
૧૪મીએ ગુણુભાઈનો જન્મદિનઃ સર્વરોગ કેમ્પ
સરગમ, ગોંધીયા ટ્રસ્ટ અને સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) દ્વારા આયોજન

રાજકોટઃ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિન નિમિતે સરગમ ક્લબ અને સ્વ સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) તેમજ અશોક ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ કંપની, જે.વી.શેઠીયા ચેરી.ટ્રસ્ટ / ઇન્ડિયન મેડીકલ એસોસીએશન સહયોગથી સરગમ ક્લબ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટના ૭૫ જેટલા ડોકટરો વિવિધ પ્રકારના ૩૦ જેટલા રોગોનું નિદાન વિના મુલ્યે કરશે.
કેમ્પ તા. ૧૪/૦૯/૨૦૨૫ ને રવિવારે કોટક સ્કૂલ, મોટી ટાંકી પાસે, સવારે ૮/૩૦ કલાકે યોજાશે.આ કેમ્પમાં જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર તેમજ દવા, લેબોરેટરી ટેસ્ટીંગ, કાર્ડીઓગ્રામ, એક્સ-રે, સોનોગ્રાફી, આ બધી સવલત ઉપલબ્ધ કરાશે.
આંખના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા આંખના ઓપરેશન સાથે નેત્રમણી પણ રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. અશોક ગોંધિયા ચેરીટેબલ ટ્રસ્ટ, અરવિંદભાઇ પટેલ ફિલ્ડ માર્શલ, કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ કમ્પની, જે.વી.શેઠીયા ચેરી.ટ્રસ્ટ અશોક ગોંધિયા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, ઇન્ડિયન મેડિકલ એસોશિએશન, આર.બી. કોઠારી નિદાન કેમ્પ રાજકોટનો સહયોગ મળી રહ્યો હોવાનું યાદીમૉ જણાવાયું છે.
સરગમ પરિવારના ચેરમેન વજુભાઈ વાળાના માર્ગદર્શન હેઠળ ચેરમેન અરવિંદભાઈ પટેલ, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા તેમજ લેડીઝ જેન્ટસ કમિટિના ૧૫૦ થી વધુ મેમ્બરો તેમજ પ્રોજેકટ ઇન્ચાર્જ તરીકે ડો. રાજેશભાઈ તૈલી, ડો. અમીતભાઈ હપાણી, ડો.પારસભાઈ શાહ, ડો. કમલભાઈ પરીખ ડો. રશ્મીભાઈ ઉપાધ્યાય, ડો. નવલભાઈ શીલુ, ડો. અતુલભાઈ પંડ્યા જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા તમામ જરૂરીયાતમંદ દર્દીઓ કેમ્પના સ્થળ કોટક સ્કૂલે તા.૧૪/૦૯ના રોજ સવારે ૮:૩૦ વાગ્યે સીધા પહોંચી જવું. સ્થળઃ કોટક સ્કૂલ ,મોટી ટાંકી ચોક ખાતે કેસ કાઢવામાં આવશે.
(10:09 AM IST)










