તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
મેટોડા જીઆઇડીસી પોલીસે કારમાંથી ૩.૮૭ લાખના દારૂ સાથે એકને ઝડપી લીધો
કાર અને વિદેશી દારૂની ૩૦૦ બોટલ સહિત ૫.૧૭ લાખના મુદામાલ સાથે ચોટીલાના પ્રદીપની ધરપકડ

રાજકોટ તા.ર૯: મેટોડા જીઆઇડીસી પોલીસે ખીરસરા પાસે વોચ ગોઠવી કારમાંથી ૩.૮૭ લાખના વિદેશી દારૂ સાથે ચોટીલાના શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ-જુગારની પ્રવળતી નેસ્ત નાબુદ કરવા સૂચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ગોંડલ વિભાગના સુપરવિઝન હેઠળ મેટોડા જી.આઇ.ડી.સી પો.સ્ટેના પો.ઇન્સ. એસ.એચ.શર્માની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના રાજદીપસિંહ ગોહિલ તથા નિતીનભાઇ મકવાણા નાઓને મળેલ સંયુક્ત ખાનગી રાહે હકીકત મળેલ કે, પ્રદિપ ઉમટ રહે. ચોટીલા એક સીલ્વર કલરની મારૂતી વેગેનાર કાર રજી.નં.જીજે-૨૭-કે ૫૬૬૪ વાળીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી લોધીકા થી ખીરસરા તરફ આવી રહેલ છે. જે હકીકત આધારે વોચ તપાસમાં રહેતા વેગેનાર કાર આવતા તેને રોકી ચેક કરતા અલગ અલગ બ્રાંડની ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના બોક્સ મળી આવેલ જેમા ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૩૦૦ કિ.રૂ.૩,૮૭,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂ.૧૦,૦૦૦/-તથા સીલ્વર કલરની મારૂતી સુઝુકી કંપનીની વેગેનાર કાર રજી.નં.જીજે-૨૭-કે ૫૬૬૪ કિ.રૂ.૧,૨૦,૦૦૦/-મળી કુલ રૂ.૫,૧૭,૬૦૦/- નો મુદ્દામાલ સાથે પ્રદિપકુમાર કિરીટભાઇ ઉમટ રહે.ચોટીલા-વિછીયા રોડ પર આવેલ હનુમાનજીના મંદિર પાસે તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર મુળ ગામ.બ્રામણાવાસ સાંચોર જી.જાલૌર(રાજસ્થાન) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી મેટોડા જી.આઈ.ડી.સી પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ.શર્મા પો.હેડ.કોન્સ. યોગીરાજસિંહ અજયસિંહ, પો.કોન્સ. રાજદીપસિંહ શુભરાજસિંહ રવુભાઇ ટપુભાઇ, શકિતસિંહ પ્રહલાદસિંહ, નીતીનભાઇ ધીરજભાઈ તથા મયુરભાઇ અરભમભાઇ સહિતના સ્ટાફે કરી હતી.
(2:39 PM IST)










