News of Friday, 29th August 2025
સજાના વોરંટમાં નાસતો ફરતો સતિષ સોલંકી પકડાયો
માલવીયાનગર પોલીસના એ.એસ.આઇ. કેતનભાઇ શેખલીયા અને હેડ કોન્સ. ચિત્રકેતુ સિંહ ઝાલાની બાતમી

રાજકોટઃ તા.ર૯, નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા શખ્સને માલવીયાનગર પોલીસે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નરે સુચના આપતા માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. જે.આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.જે ધાંધલ સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે એઅસઆઇ કેતનભાઇ શેખલીયા અને હેડ કોન્સ. ચિત્રકેતુસિંહ ઝાલાને બાતમી મળતા નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા સતીષ ભીખુભાઇ સોલંકી (રહે.: ઉદયનગર શેરી નં. ૬, મવડી રોડ) ને પકડી લઇ કોર્ટ હવાલે કરાયો હતો. આ કામગીરી પી.આઇ. જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.જે.ધાધલ, એ.આસ.આઇ. કેતનભાઇ શેખલીયા, હેડ કોન્સ. અજયભાઇ વિકમ, ચિત્રકેતુસિંહ ઝાલા કોન્સ. મનીષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજા, દ્વારા કરવામાં આવી હતી.
(2:58 PM IST)










