તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
પીડીયુ સિવિલ હોસ્પિટલની ટીમે ઉભા રહેવા અસમર્થ દર્દીને ચાલતો કરી દીધો
કરોડરજ્જુના મણકાની ગંભીર ઇજામાં કુશળ સર્જરી, ફિઝીયોથેરાપીથી ખોડ નિવારાઇ દર્દી રાહુલભાઇએ કહ્યું-ઇજા જોતાં મને વિશ્વાસ જ નહોતો કે હું ફરીથી ચાલી શકીશઃ પીએમજેવાય કાર્ડ યોજના હેઠળ દર્દીની નિઃશુલ્ક સારવાર

રાજકોટ તા. ૨૯: એક સમય એવો હતો જ્યારે સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો જ સારવાર લેવા જતા, પરંતુ હવે સમય બદલાયો છે. સમયબદ્ધ, સફળ સારવાર, ગંભીર સર્જરી માટે પહેલી પસંદગી સિવિલ હોસ્પિટલ બની રહી છે. જેનું કારણ છે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં ઉત્કળષ્ઠ તબીબોની ટીમ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આયુષ્માન કાર્ડધારકોને નિઃશુલ્ક સારવારની ઉપલબ્ધિ. સૌરાષ્ટ્રની મહત્વપૂર્ણ ગણાતી રાજકોટની પી.ડી.યુ. સિવિલમાં તબીબોની મહેનતના કારણે અનેક કિસ્સામાં સફળ સર્જરી થકી દર્દીઓને નવજીવન મળ્યું છે. જેમાં હાલમાં જ એક અકસ્માતના કિસ્સામાં ગંભીર રીતે ઘાયલ દર્દી ઉભા થવા પણ અસમર્થ હતો, જેની મણકાની સફળ સર્જરીને પરિણામે આજે દર્દી ચાલતો થયો છે.
સવિલ ઓર્થોપેડિક વિભાગના મણકાના સર્જન ડોક્ટર હિમાંશુ પરમાર અને ડો. કળણાલ મિષાીએ જણાવ્યું હતું કે, વાહન અકસ્માતમાં યુવાન રાહુલભાઈને મણકામાં ગંભીર ઇજા પહોંચેલી, જેના કારણે કમરથી નીચેનો ભાગ ખોટો પડી ગયો હતો. બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. નિદાન બાદ દર્દીની સ્થિતિ જોતા તેમની તાત્કાલિક સર્જરી જરૂરી હતી. સિવિલના ઓર્થપેડીક વિભાગના ડોક્ટરની ટીમ દ્વારા દર્દીના મણકાની સફળ સર્જરી કરવામાં આવી હતી. સાથોસાથ દર્દીની નસ પરના દબાણને દૂર કરવા તેમજ સુકાઈ ગયેલી નસને પુનઃ કાર્યરત કરવા જરૂરી દવાનો કોર્સ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં આ સારવારનો ખર્ચ આશરે રૂ. ૪.૫૦ લાખ થવાની સંભાવના સામે સિવિલ હોસ્પિટલમાં પી.એમ.જે.વાય. કાર્ડ યોજના હેઠળ દર્દીની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.
આશરે બે મહિના સારવાર અને જરૂરી ફિઝીયોથેરાપી બાદ હાલ દર્દી ચાલતો થઈ ગયો છે. મેડિકલ સાયન્સમાં આ એક -કારે ચમત્કાર છે તેમ ચોક્કસ કહી શકાય તેમ ડો. કળણાલ મિષાીએ તેમની સમગ્ર ટીમની મહેનતને બિરદાવતા જણાવ્યું હતું. સિવિલ ખાતે સારવાર લેનાર દર્દી રાહુલભાઈ ગોસ્વામી જણાવે છે કે, આજથી બે મહિના પહેલા હું ટુ-વ્હીલર પર કારખાને નોકરી કરવા જઈ રહ્યો હતો, ત્યારે સામેથી એક ક્રેઈન સાથે મારો ગંભીર અકસ્માત થયેલો. મારા બંને પગ સુન્ન થઈ ગયેલા. મને ૧૦૮ મારફત સિવિલ ખાતે ઇમર્જન્સી સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અહીં હાડકાના વિભાગમાં મને સારવાર આપવામાં આવી. મને કરોડરજ્જુના મણકામાં ગંભીર ઇજા થયેલી. મારી સિવિલમાં સર્જરી બાદ હવે હું બિલકુલ સ્વસ્થ છું અને ચાલી શકવા સક્ષમ બન્યો છું.
તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, આરએમઓ ડો. હર્ષ દુસરા તથા ઓર્થોપેડિક વિભાગમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. શૈલેષ રામાવત યુનિટ-૨ના હેડ ઓફ યુનિટ ડો. નિકુંજ મારૂ, એસો. પ્રો. ડો. હિમાંશુ પરમાર આસિ. પ્રો. ડો. કળણાલ મિષાી અને ડો. શ્રીપાલ દોશી , સિનિયર રેસિડેન્ટ ડો. સુરેશ સુથાર અને ડો. ધીમંત મારવિયા, રેસિડેન્ટ ડો. વિરલ ગામિત, ડો. અનમોલ મિશ્રા, ડો. અંચિત જૈન, ડો. ચિરાગ વાઘેલા, ડો. વિરાજ સહિત સમગ્ર નર્સિંગ સ્ટાફની મહેનત સફળ બની હતી.
(3:04 PM IST)










