<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

જાગનાથ પ્‍લોટમાં મહિલા તબીબના મકાનમાં ચાંદીના વાસણોની ચોરી કરનાર હંસા પકડાઇ

ક્રાઇમ બ્રાંચના હેડકોન્‍સ જયદેવસિંહ પરમાર, પ્રતિકસિંહ રાઠોડ અને કોન્‍સ તુલસીભાઇ ચુડાસમાની બાતમીઃચાંદીના વાસણો સહિત રૂા. ૫૯ હજારનો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા.૨૯: જૂના જાગનાથ પ્‍લોટમાં મહિલા તબીબના મકાનમાં થયેલી રૂા.૫૫ હજારની કિંમતના ચાંદીના વાસણોની ચોરી કરનાર મહિલાને ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ખટારા સ્‍ટેન્‍ડ પાસે બ્રીજનીચેથી ઝડપી લીધી હતી.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્‍પિટલ ચોક નજીક ખટારા સ્‍ટેન્‍ડ પાસે એક મહિલા ચાંદીના ચોરાઉ વાસણો વેંચવા નીકળી હોવાની ક્રાઇમબ્રાંચના હેડકોન્‍સ જયદેવસિંહ પરમાર, પ્રતિકસિંહ રાઠોડ અને કોન્‍સ તુલસીભાઇ ચુડાસમાને બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ.એમ. આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.એન.પરમાર, એક.કે.મોવલીયા, એસ.પી.ચુડાસમા સહિતના સ્‍ટાફે ખટારા સ્‍ટન્‍ેડ પાસે બ્રીજ નીચેથી હંસા ચુનીભાઇ સોલંકી (ઉ.વ.૬૦) (રહે. મીયાણાવાસમાં ભગવતીપરા નદીના પુલ પાસે ઓરડીમાં ભાડે) ને પકડી લઇ રૂા. ૫૯ હજારની કિંમતના ચાંદીના ચોરાઉ વાસણો કબ્‍જે કર્યા હતા. પોલીસની પુછપરછમાં મહિલા જૂના જાગનાથપ્‍લોટમાં શેરી નં. ૪/૧૩માં રહેતા ડો. ધારાબેન પથીકભાઇ ધોળકીયાના મકાનમાં ચારદિવસ પહેલા ચાંદીના વાસણોની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી  પી.એસ.આઇ એ.એન.પરમાર, એમ.કે. મોવલીયા, એસ.વી. ચુડાસમા, એ.એસ.આઇ વિજયરાજસિંહ જાડેજા, રણજીતસિંહ પઢારીયા, અશોકભાઇ કલાક, હેડ કોન્‍સ્‍ટેબલ જયદેવસિંહ પરમાર, પ્રતીકસિંહ રાઠોડ કોન્‍સ. સંજયભાઇ ખાખરીયા,તુલસીભાઇ ચુડાસમા, અનુજ ભાઇ,ડાંગ, પ્રશાંતભાઇ ચુડાસમા, મયુરધ્‍વજસિંહ જાડેજા પો. કોન્‍સ. શિલ્‍પાબેન વિરજા, ત્રિપદાબેન ભટ્ટ, દિપાલીબેન ચોૈહાણ દ્વારા કરવામાં આવી હતી. 

(3:10 PM IST)