તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠકમાં વિવિધ નિર્ણયો

રાજકોટ, તા. ર૯ : ગઇકાલે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ રાજકોટની બેઠક આજ તા.૨૮-૦૮-૨૦૨૫ ના રોજ ૧૨:૦૦ કલાકે જિલ્લા શિક્ષણ સમિતિ રાજકોટની બેઠક માન.ચેરમેનશ્રી અલ્પાબેન મુકેશભાઇ તોગડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. સદર બેઠકમાં સમિતિના સભ્યઓ, DPEO ડી.એચ.પટેલ, Dy.DPEO શ્રી ડૉ.એ.પી.વાણવી તેમજ એસો. શ્રી હેતલબેન ચેતા એ હાજરી આપેલ.
સમિતિની બેઠકમાં વિવિધ નિર્ણયો લેવામાં આવેલ હતા. જેમાં જુદા જુદા ખર્ચ અંગેના નિર્ણયોને બજેટ જોગવાઈની મર્યાદામાં ખર્ચ કરવાની મંજૂરી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.તેમજ જામકંડોરણા તાલુકાની બાલાપર પ્રાથમિક શાળાની ૧૨૫ ચોરસ મીટર જગ્યા આંગણવાડી બનાવવા માટે ગ્રામ પંચાયતને સોંપવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું. બેઠક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આભારવિધિ કરી હતી.
(3:36 PM IST)










