તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
વોટ ચોર, ગાદી છોડઃ ગુજરાતમાં પણ મત ચોરી!
૩૧મીએ અમદાવાદમાં કોંગ્રેસની વિરાટસભાઃ રાજકોટથી પણ નેતાઓ ઉમટશેઃ પત્રકાર પરિષદમાં સનસનાટી પૂર્ણ દાવો-ગુજરાતમાં મત ચોરીથી સરકાર બની, પુરાવા રજૂ થશે

પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ અગ્રણીઓ રાજદીપસિંહ જાડેજા, હિતેશ વોરા, ઇન્દ્રનીલ રાજગુરૂ,મહેશ રાજપુત, વશરામ સાગઠીયા, નરેન્દ્ર સોલંકી, ગાયત્રીબા વાઘેલા, ડો. હેમાંગ વસાવડા, અતુલ રાજાણી, જસવંતસિંહ ભટ્ટી વગેરે નજરે પડે છે. (૩.૧૯)
રાજકોટ તા.૨૯: ગુજરાતમાં પણ વોટચોરી કરીને સરકાર રચાઇ છે. વોટચોર, ગાદી છોડના શંખનાદ સાથે કોંગ્રેસ મેદાનમાં આવી છે. અમદાવાદમાં વિરાટસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ સનસનાટીભર્યા આક્ષેપો કરતા કહ્યું હતું કે ગુજરાત-રાજકોટમાં પણ વોટચોરી દ્વારા ચૂંટણી જીતાઇ છે. કોંગ્રેસ આ અંગે પુરાવા રજૂ કરીને વોટચોરી સાબિત કરશે.
વોટચોરીથી જીતેલા શાસકોને ગાદી પર રહેવાનો અધિકાર નથી. ગુજરાત કોંગ્રેસ તા.૩૧ના અમદાવાદમાં વિરાટ સભાનું આયોજન કર્યુ છે. જેમાં દિલ્હીથી નેતાઓ આવશે અને ગુજરાતભરના નેતાઓ-કાર્યકરો સભામાં જોડાઇને વોટચોર, ગાદી છોડ લડતનો શંખનાદ કરશે.
શ્રી જાડેજા જણાવ્યું હતું કે, રાજકોટ માંથી પણ દરેક વોર્ડમાંથી નેતાઓ-કાર્યકરો અમદાવાદ પહોચે તેવું આયોજન ચાલી રહયું છે.
ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતેના કાર્યક્રમના અનુસંધાનમાં આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરના સરદાર બાગ અતિથિ ગળહ ખાતે એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાં જ્યારે વોટ ચોર ગાદી છોડના મુદ્દે આદરણીય રાહુલજીને વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે ત્યારે આગામી તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ ને રવિવારના રોજ બપોરે ૩:૦૦ વાગે અમદાવાદ ખાતે વોટ ચોર ગાદી છોડ મુદ્દે જંગી વોટર અધિકાર જનસાભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાંથી દરેક તાલુકા જિલ્લા દરેક ગામમાંથી વધુમાં વધુ સંખ્યામાં કાર્યકર ભાઈઓ બહેનો અને જાગળત નાગરિકો જોડાય એ અર્થે દરેક જિલ્લા દરેક તાલુકા અને દરેક વોર્ડમાં આ અંગે કામગીરી ચાલી રહી છે. શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૮ ના તમામ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો આ મોટર અધિકાર જનસભામાં જોડાય એ માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયારી અને આખરી ઓફ અપાઇ રહ્યો છે,
આજના પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા, હિતેશભાઈ વોરા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રલભાઈ રાજગુરુ, મહેશભાઈ રાજપુત, વશરામભાઈ સાગઠીયા, નરેન્દ્રભાઈ સોલંકી, ગાયત્રીબા વાધેલા ડો. હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ડી પી મકવાણા, અતુલ રાજાણી, સંજયભાઈ અજુડીયા, હરપાલસિંહ જાડેજા, દિપ્તીબેન સોલંકી, વૈશાલીબેન સિંદે, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (૩.૧૯)
(3:41 PM IST)










