તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
મોતીચુર લાડુના ૪ નમુના લેવાયા
ગણેશ મહોત્સવ અંતર્ગત મનપાની ફુડ શાખા ત્રાટકી એરપોર્ટ રોડથી આમ્રપાલી ફાટક સુધીમાં ૮ ખાણી-પીણીના વેપારીઓને લાઇસન્સ અંગે સૂચના

રાજકોટ, તા. ર૯: શહેરમાં ગણપતિ મહોત્સવની ધામધુમથી ઉજવણી ચાલી રહી છે. પંડાલોમાં પ્રસાદ વિતરણ કરાય રહયું છે ત્યારે મનપાની ફુડ શાખા દ્વારા લાડુના ઉત્પાદકોને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું છે.
મનપાની સતાવાર યાદી મુજબ ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગણેશ ઉત્સવના તહેવારને અનુલક્ષીને પ્રસાદ તરીકે વિતરણ થતા લાડુના ઉત્પાદકોના એકમોની હાઈજેનિક કન્ડિશન તથા લાડુ માટે વપરાશમાં લેવાતા રો-મટિરિયલ તપાસવામાં આવેલ તેમજ ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ ૪ ઉત્પાદકો પાસેથી મોતીચૂર લાડુના કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ.
મોતીચુર લાડુના
૪ નમુના લેવાયા
મોતીચૂર લાડુ (લુઝ) બાલાજી ગળહ ઉદ્યોગ, શાસ્ત્રીનગર શેરી નં.-૦૬, રામાપીર ચોકડી પાસે, ૧૫૦ રિંગ રોડ, મોતીચૂર લાડુ (લુઝ) સાક્ષી ગળહ ઉદ્યોગ, તિરુપતિ સોસાયટી, કોઠારીયા રીંગ રોડ પાસે, મોતીચૂર લાડુ (લુઝ) શ્રી ગજાનન સોનપાપડી ગળહ ઉદ્યોગ, જય સોમનાથ પાર્ક સોસાયટી-૧, કોઠારીયા રોડ તથા મોતીચૂર લાડુ (લુઝ) ગુરુકળપા ગળહ ઉદ્યોગ, લાલ પાર્ક, ઢેબર રોડ(સાઉથ) ખાતેથી નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના એરપોર્ટ રોડ થી આમ્રપાલી ફાટક સુધી વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૮ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
જેમાં GUJCO માર્ટ, બાપાસીતારામ સૂપ, બલ્લે બલ્લે રેસ્ટોરેન્ટ, કે પટેલ ચાઇનીઝ પંજાબી, ઓશો ઇન્દોરી પૌવા, શિવ ફાસ્ટ ફૂડ, પદ્માવતી જનરલ સ્ટોર્સ તથા અંબિકા જનરલ સ્ટોર્સને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.(
(4:03 PM IST)










