તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
શહેર-તાલુકા કોંગ્રેસના પ્રમુખો જાહેર
સંગઠન સર્જન અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા પ્રમુખોની કરાઇ નિમણુંક રાજકોટ તાલુકામાં નિશિત ખુંટ, ગોંડલમાં હર્ષદસિંહ ઝાલા, લોધિકામાં કોૈશિક પાંભરની કરાઇ નિમણુંક

રાજકોટ જીલ્લાના વિવિધ શહેર અને તાલુકાના નવનિયુકત પ્રમુખો
રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ એઆઈસીસી દ્વારા વર્ષ ૨૦૨૫ ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.તેના અનુસંધાને ‘‘સંગઠન સુર્જન અભિયાન'' ની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ ૦૬/ થી ૧૦/ઓગસ્ટ સુધીમાં તાલુકા અને શહેરનો પ્રવાસ કરી તાલુકા અને શહેર ના આગેવાનો, તેમજ તમામ શ્રેણીના હોદેદારો, કાર્યકરો સાથે પરામર્શ કરી તાલુકા અને શહેર પ્રમુખની નિયુક્તિ માટે પસંદગીની પ્રક્રિયા નિરિક્ષક રાજભાઈ મેહતાજી અને પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયાજી અને હિતેશભાઇ વોરાની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવેલ હતી. તાલુકા અને શહેર પ્રમુખની નિયુક્તિ માટે પસંદગી ની પ્રક્રિયા અંગે નો રીપોર્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઈ ચાવડા ની મંજૂરી અર્થે મોકલેલ જે અનુસંધાને તારીખ ૨૮ ઓગસ્ટ ને ગુરુવાર ના રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખો ની નિમણૂક જાહેર કરવામાં આવેલ છે.
જેમાં રાજકોટ તાલુકા પ્રમુખ નિશિતભાઈ ખૂંટ, ગોંડલ તાલુકા પ્રમુખ હર્ષદસિંહ ઝાલા, જામકંડોરાણાના તાલુકા પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, જેતપુર તાલુકા પ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર, લોધિકા તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પાંભર, ધોરાજી તાલુકા પ્રમુખ રાજેશભાઈ અમળતિયા, પડધરી તાલુકા પ્રમુખ મહિપાલભાઈ પાણ, ઉપલેટા તાલુકા પ્રમુખ લાખાભાઇ ડાંગર, જસદણ તાલુકા પ્રમુખ સુરેશભાઇ ગિડા, વીંછિયા તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાજપરા તેમજ ગોંડલ શહેર પ્રમુખ આશિષભાઈ કુંજડીયા, ઉપલેટા શહેર પ્રમુખ લક્ષ્મણભાઈ ભોપાળા, ધોરાજી શહેર પ્રમુખ દિનેશભાઇ વોરા, જેતપુર શહેર પ્રમુખ ગોવિંદભાઇ ડોબરિયા, જસદણ શહેર પ્રમુખ ધીરુભાઈ છાયાણી અને ભાયાવદર શહેર પ્રમુખ તરીકે સંજયકુમાર ઝાલાવાડીયા ની નિમણૂક કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના તમામ શ્રેણી ના હોદેદારો, આગેવાનો, કાર્યકરો ભાઈઓ બહેનો આ નિમણૂકને આવકારી અભિનંદન પાઠવેલ.(૩.૨૦)
(4:04 PM IST)










