તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
રીબડાના અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં સ્યુસાઇડ નોટનો એફએસએલ રીપોર્ટ આવ્યો
સ્યુસાઇડ નોટમાં આપઘાત કરનાર અમીત ખુંટના અક્ષરો છે કેમ ? તે માટે સ્યુસાઇડ નોટ એફએસએલમાં મોકલાઇ'તી : એફએસએલ રીપોર્ટનો અભ્યાસ બાકી છેઃ એસપી વિજયસિંહ ગુર્જર

રાજકોટ, તા., ૨૯ : રીબડાના ચર્ચાસ્પદ અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં સ્યુસાઇડ નોટનો એફએસએલ રીપોર્ટ આવી ગયો છે. જો કે એફએસએલ રીપોર્ટમાં શું આવ્યું તે હજુ જાહેર કરાયું નથી અને આ એફએસએલ રીપોર્ટનો અભ્યાસ બાકી હોવાનું રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. પ મે ના રોજ રીબડા ગામના અમીતભાઇ દામજીભાઇ ખુંટે પોતાની વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસને ઘટના સ્થળેથી મૃતક અમીત ખુંટે લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં અનિરૂધ્ધસિંહ રીબડા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામ લખ્યા હતા. આ સ્યુસાઇડ નોટના આધારે ગોંડલ તાલુકા પોલીસે અનિરૂધ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદીપસિંહ સહીતનાઓ સામે ગુન્હો દાખલ કર્યો હતો.
દરમિયાન ગોંડલ તાલુકા પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી આ સ્યુસાઇડ નોટમાં મૃતક અમીત ખુંટના જ અક્ષર છે કે કેમ ? તે જાણવા સ્યુસાઇડ નોટ એફએસએલમાં મોકલી આપી હતી. આ સ્યુસાઇડ નોટનો એફએસએલ રીપોર્ટ પોલીસ સમક્ષ આવી ગયો છે. જો કે સ્યુસાઇડ નોટ અમીત ખુંટે જ લખેલ છે કે અન્યોએ તે અંગે કોઇ વિગત બહાર આવી નથી.
આ અંગે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં સ્યુસાઇડ નોટનો એફએસએલ રીપોર્ટ આવી ગયો છે અને તેનો અભ્યાસ બાકી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં જેની સામે ગુન્હો દાખલ થયેલ છે તે રીબડાના અનીરૂધ્ધસિંહ જાડેજા અને તેનો પુત્ર રાજદીપસિંહ ૩ માસથી ફરાર છે. આ આપઘાત પ્રકરણમાં ગોંડલ તાલુકા પોલીસે પુજા રાજગોર તથા એક સગીરા, તેમજ બે વકીલની અગાઉ ધરપકડ કરી હતી. (૪.૨૦)
(4:11 PM IST)










