<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ગીરની સુંદરતાને કાગળ પર ઉતારવાનો અને પાછો ગયો ખુદની આંતરિક સુંદરતા વધારીને અકૂપાર નાટકને બહોળો પ્રતિસાદ

એક ચિત્રકારે પ્રયત્‍ન કર્યો : નાટકનો એકમાત્ર પ્રયોગ૪ સપ્‍ટેમ્‍બર , ગુરુવાર ,રાત્રે ૯.૩૦ કલાકે બુકિંગ માટે મોં. ૯૦૨૩૨ ૮૨૪૦૭ અને બૂકમાયશો એપ

રાજકોટ કલા પ્રેમી રસિકો માટે દેવલ વોરા, એક સાવ અનોખો પ્રયોગ લઇને ફરીઆવી રહ્યાછે. વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ હર-હંમેશ વિષયો માં વૈવિધ્‍યસભર અને રાજકોટ માં ભાગ્‍યે જ આવતા અત્‍યંત હટકે વિષયો વાળા, કલાસિક નાટકોલાવવાની પરંપરા આગળ ધપાવતા , આ વખતેલઈને આવે છે ગુજરાત નું એકમાત્ર માલધારી આધારિત નાટક - અકૂપાર  અત્‍યંત લોકપ્રિય લેખક, અને જેમનાગીતોની યૂટ્‍યૂબ ચેનલો ચાલે છે તેવા યુવાઓ અને દરેક પેઢીના ચહીતા લેખક શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત નવલકથા - અકૂપારઆધારિત આ નાટક રાજકોટ ને ૧૪ સપ્‍ટેમ્‍બર , ગુરુવાર ,રાત્રે ૯.૩૦ કલાકે માણવા મળશે.

ગીરની વાર્તા, ગીર ની બોલીમાં ,ગીરની ગરિમા કરતું નાટક અકૂપાર માલધારીઓની સંસ્‍કૃતિ, પરંપરાઓ, તેઓનોપ્રકૃતિ સાથે નોતાલમેલ, જીવન વિશેનું તેમનું દર્શન, પ્રકૃતિ સંવર્ધન અને ધરતી માતાનું મહિમા ગાન ખુબ સારા કલાકારો, સેટ અને અત્‍યંત રોચક વાર્તા સ્‍વરૂપે રજુ કરે છે. શ્રી અદિતિ દેસાઈ દિગ્‍દર્શિત અને RJ દેવકી અભિનીત ,૯૦થી પણ વધુ શોઝ, અનેક એવોર્ડ્‍સ, રિયલ લાઈફ અનુભવો વર્ણવતું આ નાટક દરેક પેઢીને આકર્ષે છે.

નાટકનો સુંદર સેટ, ગીતો, નૃત્‍યો વગેરે નાટકને વધુ રોચક બનાવેછે. નાટકની વાર્તા વર્તમાન અને ભવિષ્‍ય વચ્‍ચે સરળ રીતે આંદોલિત થાય છે અને સાંપ્રત પરિસ્‍થિતિ વિષયક વાતો ની સાથે સાથે લાગણી વિષયક, સામાજિક, સાંસ્‍કૃતિક અને સૌથી વધારે તો માનવીય સમસ્‍યાઓ ને ગૂંથી લે છે. માણસ-પશુઓ વચ્‍ચે ઘર્ષણો, જમીન દબાણ, અંધશ્રદ્ધા અને ખાસ તો ગીર ના માલધારીઓ ની એમની ગઈ માટે ની શ્રદ્ધા ને આ નાટક, હાસ્‍ય, કરુણતા અને વ્‍યંગવાણી લઇ , સુપેરે રજુ કરે છે

આ નાટક છે આદરણીય શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત નવલકથા અકૂપાર નું જ નાટ્‍ય રૂપાન્‍તર. શ્રી ધ્રુવ ભટ્ટ કોઈ જ ઓળખાણ ને આધીન નથી જીવન ને સરળ ભાષા માં વ્‍યક્‍ત કરવું અને જીવનના સત્‍યો ને શીરાની જેમ ગળા નીચે ઉતારવા એ ધ્રુવ ભટ્ટના દરેક પુસ્‍તક ની વિશેષતા છે. અને પાછું કોઈ જ ભાષણો કે ફિલોસોફી નહિ બલ્‍કે અત્‍યંત રસપ્રદ, રોચક વાર્તાના સ્‍વરૂપમાં ધ્રુવ ભટ્ટની રજૂઆત દરેક પેઢીને આકર્ષે છે. અને એ જ ધ્રુવ ભટ્ટ ના , ગીરના નેસડાંઓ માં મહિનાઓ સુધી રહ્યા પછી ના અનુભવો, તારણો, ત્‍યાં ની પરંપરાઓ, રિવાજો, બોલી અને પ્રકૃતિ સાથે નો અદમ્‍ય તાલમેલ નું પરિણામ એટલે અકૂપાર. અકૂપાર નાટકમાં પુસ્‍તક ને તમામ રીતે ન્‍યાય કરવાનો પ્રામાણિક પ્રયત્‍ન થયો છે અને દિગ્‍દર્શિકા શ્રી અદિતિ દેસાઈ તેમાં ખરા પણ ઉતર્યા છે. પુસ્‍તકની કેટલીક રસપ્રદ વાતો , ઘટનાઓ, મર્મો અને પાત્રોને જીવંત કરવા નાટકના મુખ્‍ય પાત્રો અને દિગ્‍દર્શિકા એ પણ ગીરમાં દિવસો વિતાવ્‍યા. નાટકનેન્‍યાય કરવા ત્‍યાંની બોલી શીખવામાં આવી અને લઢણ ને બોલીમાં આબેહૂબ ઉતારવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો.

નાટકને સાંગોપાંગ, નવલકથા ને સંપૂર્ણ ન્‍યાય કરીને રજુ કરવામાં દિગ્‍દર્શિકા શ્રી અદિતિ દેસાઈ એ ઊંડી મહેનત લીધી છે તો કલાકારો RJ દેવકી, અભિનય બેંકર સહીતઆખેઆખી ૩૦ જણા ની ટીમએદિગ્‍દર્શિકા ના સ્‍વપ્નને સાદ્યન્‍ત સ્‍ટેજ પર ઉતારવા ઊંડી મહેનત લીધી છે. સુંદર સેટ , ગીરના જ પરિધાનોઅને ગીરની જ - માલધારીની ભાષાને બોલીમાં લાવવા દરે કલાકારએમહિનાઓની પ્રેકટીસ કરી છે. અને કલાકારો એ ગીર માં વસવાટ કરી નાટકમાં અધિકૃતતા લાવવાનો પ્રામાણિક પ્રયત્‍ન કર્યો છે.

નાટકની ટિકિટ માટે ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશોએપ પર પણ ટિકિટો મળી શકશે વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટનાઓ પ્રયોગમાં તેમના સદાયના શુભચિંતક અને દરેક ડગલેનેપગલે સહાયક એવા અકિલા  પરિવારના મોભી શ્રીકિરીટભાઈગણાત્રા, દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનોસહકાર સાંપડ્‍યો છે. આ ઉપરાંત અઅકૂપાર નાટકના સપોર્ટર્સ તરીકે, લિટ્ટલ એંજલ ડાયપર, એપલ બેસન , પ્‍થ્‍ય્‍ જ્‍વેલ્‍સ , સેલસ હોસ્‍પિટલ, આટોમાઇઝ સ્‍પાઇસીસ, પ્રભુ સ્‍નેહ બાય પ્રભુ ગ્રુપ, સરાઝાહોટેલ, આદેશ કેબઅને અવર રાજકોટનોસહકારસાંપડ્‍યોછે.

(10:57 AM IST)