<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

જસ્‍ટીશ સંદિપ ભટ્ટની બદલીના વિરોધમાં અમદાવાદના વકીલોની ત્રીજા દિવસે પણ હડતાલ ચાલુઃ આજે રાજકોટના વકીલોની હડતાલ

કુલ ર૭૧ વકીલ મંડળો હડતાલમાં જોડાશેઃ વકીલોમાં જજની બદલી રોકવા બુલંદ માંગણી

રાજકોટ તા. ૩૦: ગુજરાત હાઇકોર્ટના જસ્‍ટિસ સંદીપ ભટ્ટની બદલીના મુદ્દે સમગ્ર ગુજરાતના વકીલ મંડળો દ્વારા બદલીનો હુકમો રદ કરવાની માંગણી બુલંદ થઈ રહી છે ત્‍યારે હાઇકોર્ટના વકીલો દ્વારા આજે સતત ત્રીજા દિવસે  હડતાલ પાડી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા.  જેના પગલે રાજકોટ બાર એસોસિએશનના વકીલો પણ આ હડતાલમાં જોડાયા હતા અને આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા  હતા હાઇકોર્ટના વકીલોનું કહેવું છે કે જ્‍યાં સુધી ન્‍યાયધીશ સંદીપ ભટ્ટની બદલી નહીં રોકાય કે આ  અંગેનો કોઈ પોઝિટિવ જવાબ ન મળે ત્‍યાં સુધી હડતાલ ચાલુ રહેશે અત્રે  ઉલ્લેખનીય છે કે  હાઇકોર્ટ  એડવોકેટ એસોસિયેશનના આંદોલનમાં કુલ ૨૭૧ જેટલા વકીલ મંડળો પણ હડતાલમાં જોડાશે ,ન્‍યાયધીશ સંદીપ ભટ્ટની  વિરોધમાં વકીલોની સતત ત્રીજા દિવસે હડતાલ ચાલુ રહેતા અદાલતની કાર્યવાહી ખોરંભાઈ ગઈ છે અને અંદાજે ૧૦,૦૦૦ જેટલા કેશો ઉપર તેની અસર પડી છે રાજકોટ બાર એસોસિએશન એ પણ હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનને ટેકો જાહેર કરીને આજે તારીખ ૩૦ ના રોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા.

(4:23 PM IST)