<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

નાગેશ્વર પ્રાઇડ એપાર્ટમેન્‍ટના પાંચમા માળેથી કુદી આઇ.ટી.એન્‍જીનીયર રોનીલનો આપઘાત

નોકરી મળતી ન હોઇ ગુમસુમ રહેતો, તોઃ એકના એક પુત્રના મૃત્‍યુથી પરિવારમાં આક્રંદ

 

રાજકોટ તા.૩૦: ગાંધીગ્રામમાં આવેલા નાગેશ્વર પ્રાઇડ એપાર્ટમેન્‍ટમાં રહેતા યુવાને એપાર્ટમેન્‍ટના પાંચમાં માળેથી કુદી આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. આઇટી એન્‍જીનિયરીંગનો અભ્‍યાસ કર્યા બાદ નોકરી ન મળતા સતત ટેન્‍શનમાં રહેતો હતો.

 મળતી વિગત મુજબ ગાંધીગ્રામમાં નાગેશ્વર પ્રાઇડ એપાર્ટમેન્‍ટમાં રહેતા રોનીલ મુકુલભાઇ વાલંભીયા (ઉ.વ.૨૭) એ ગઇકાલે એપાર્ટમેન્‍ટના પાંચમાં માળેથી કુદી આપઘાત કરી લીધો હતો. અવાજ આવતા તેના માતા-પિતા તથા એપાર્ટમેન્‍ટમાં રહેતા લોકો એકઠા થઇ ગયા હતા. બાદ  કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળપર પહોંચી ઇએમટી પૂનમબેને તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસનુે જાણ કરવામાં આવી હતી જાણ થતા ગાંધીગ્રામ પોલીસના હેડકોન્‍સ મીહીરસિંહ બારડ તથા રાઇટર કરણભાઇ સહિતે સ્‍થળપર પહોંચી તપાસ હાથધરી હતી પોલીસની તપાસમાં મૃતક રોનીલ આઇટી એન્‍જીનિયરિંગનો અભ્‍યાસ કર્યો હતો. અભ્‍યાસ પુર્ણ કર્યા બાદ તે નોકરીની શોધમાં હતો. પરંતુ નોકરી મળતી ન હોઇ તેથી થોડા દિવસથી ગુમસુમ રહેતો હતો. તેથી તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્‍યુ હતું. એકના એક પુત્રના મૃત્‍યુથી સુથાર પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(2:49 PM IST)