<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ભાવનગર રોડ પર બે ટુવ્‍હીલર સામ-સામે અથડાતાં બે મિત્રો અને વૃધ્‍ધ ઘાયલ થયા

વેલ્‍ડીંગ કામ પુરૂ કરી સુખાભાઇ અને હર્ષદભાઇ ઘરે જતા'તા ત્‍યારે વૃધ્‍ધ અશરફભાઇ સિપાહીના એક્‍ટીવા સાથે અકસ્‍માત

રાજકોટ તા. ૩૦: રાત્રીના ભાવનગર રોડ પર રાજમોતી મીલ નજીક  બે ટુવ્‍હીલર સામ-સામે અથડાતાં એકમાં બેઠેલા બે મિત્રો અને સામેના વાહનમાં બેઠેલા ર્વૃધ્‍ધ મળી ત્રણને  ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં રહેતાં સુખાભાઇ નરસીભાઇ વ્‍યાસ (ઉ.વ.૪૫) અને તેના મિત્ર હર્ષદભાઇ નારણભાઇ પરમાર (ઉ.વ.૪૫) હોન્‍ડામાં બેસી આજીડેમ ચોકડીથી ઘર તરફ જતાં હતાં ત્‍યારે ભાવનગર રોડ રાજમોતી મીલ પાસે પહોંચતા એક વૃધ્‍ધ એક્‍ટીવા સાથે અચાનક વચ્‍ચે આવી જતાં તેની સાથે અકસ્‍માત થતાં બંને ફેંકાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બંને ફેબ્રીકેશનનું કામ કરે છે. કામ પુરૂ કરી રાતે ઘરે જતાં હતાં ત્‍યાર ેબનાવ બન્‍યો હતો. હોન્‍ડા સુખાભાઇ ચલાવી રહ્યા હતાં.

જ્‍યારે એક્‍ટીવા ચાલક રાજમોતી મીલ પાસે મયુરનગરમાં રહેતાં વૃધ્‍ધ અશરફભાઇ નુરમહમદભાઇ સિપાહી (ઉ.વ.૬૦) પણ ફંગોળાઇ જતાં તેમને પણ સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના  રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

(2:53 PM IST)