<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ગાંધીગ્રામ લાખના બંગલા પાસે ઓફીસમાં દરોડોઃ તીનપતી રમતા પાંચ પકડાયા

ગાંધીગ્રામ પોલીસના પી.એસ.આઇ. વી. ડી. રાવલીયા તથા સ્‍ટાફનો દરોડોઃ રૂા. પ૭ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૩૦: શહેરના ગાંધીગ્રામ લાખના બંગલા પાસે આવેલ એક કોમ્‍પ્‍લેક્ષમાં ઓફીસમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ લાખના બંગલા પાસે એક ઓફીસમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા પી.એસ.આઇ. વી. ડી. રાવલીયા તથા કોન્‍સ. પ્રદિપભાઇ ડાંગર સહિતના સ્‍ટાફે દરોડો પાડી ગાંધીગ્રામ લાખના બંગલા પાસે માધવ કોમ્‍પ્‍લેક્ષમાં ઓફીસ નં. ૪ માં તીનપતીનો જુગાર રમતા ઓફીસ સંચાલક મનીષ ભરતભાઇ દેરાસરી, સદર બજાર નજીક રહેતો મનોજ દેવજીભાઇ શીંગાળા, એરપોર્ટ રોડ શીતલ પાર્ક શેરી નં. ૧ના વિજય વિઠ્ઠલભાઇ શીંગાળા, અલીયાબાળા ગામના સીકંદર સતારભાઇ શાહમદાર અને ગાંધીગ્રામ શ્‍યામનગર શેરી નં. ૩ના ચમન તુલશીભાઇ વાળાને પકડી લઇ રૂા. પ૭,૮૦૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી. ઓફીસ સંચાલક કર્મકાંડનો વ્‍યવસાય અને સીકંદર શાહમદાર વેપાર કરતો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્‍યું છે.

(4:22 PM IST)