<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

કોટડાસાંગાણી પાસે રાજકોટનો સાહિલ ગોપલાણી ૯.ર૧ લાખના એમડી ડ્રગ્‍સના જથ્‍થા સાથે પકડાયો

ડ્રગ્‍સનો જથ્‍થો રાજસ્‍થાનથી લાવી માંગરોળના મહમદને દેવા જતો'તો રૂરલ એસઓજીએ દબોચી લીધોઃ કાર સહિત ૧૪.ર૭ લાખનો મુદામાલ કબ્‍જે : પકડાયેલ સાહિલ અગાઉ જુનાગઢમાં ડ્રગ્‍સ સાથે પકડાયો'તો : જેલમાંથી છુટયા બાદ ફરી ખેપ મારવા જતા દબોચી લેવાયો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ અને ડ્રગ્‍સનો જથ્‍થો નજરે પડે છે. (૪.૧૩)

રાજકોટ, તા., ૩૦: કોટડા સાંગાણી પાસે રૂરલ એસઓજીની ટીમે વોચ ગોઠવી કારમાં ૯.ર૧ લાખનાં એમડી ડ્રગ્‍સના જથ્‍થા સાથે નીકળેલ રાજકોટના શખ્‍સને ઝડપી લીધો હતો.

રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍ય તથા મદદનિશ પોલીસ અધિક્ષક સુ.શ્રી સિમરન ભારદ્રાજ ધોરાજીએ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના  આપેલ હોય એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્‍સપેકટર એક.એ. પારગી, પો.સબ.ઇન્‍સ કે.એમ.ચાવડા, સ્‍ટાફ સાથે કોટડા સાંગાણી પો.સ્‍ટે વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન એ.એસ.આઇ વિપુલભાઇ ગુજરાતી તથા પો.હેડ.કોન્‍સ પ્રહલાદસિંહ રાઠોડ તથા પો.કોન્‍સ હિંમતસિંહ પાલની  સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે, સાહિલ ઉર્ફે રજાક ગોપલાણી હાલ રહે, રાજકોટ મુળ રહે, ગોંડલ વાળો પોતાના હવાલા વાળી વાદળી કલરની બલેનો ફોર વ્‍હીલર કાર જેના રજી નંબર-જીજે-૦૩-એનકે-૨૦૪૪ વાળીમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીક્‍સ માદક પદાર્થનો જથ્‍થો રાખી કોટડાસાંગાણી થી ખરેડા ગામ થઇ ગોંડલ તરફ જનાર છે જે હકિકત આધારે વોચ તપાસ ગોઠવી રેઇડ કરતા સાહિલ ઉર્ફે રજાક ગોપલાણીના કબ્‍જા માંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમડી) ડ્રગ્‍સનો જથ્‍થો ૯૨.૧૬૦ ગ્રામ. જેની કિ.રૂ.૯,૨૧,૬૦૦/- મોબાઇલ ફોન નંગ-૦૧ ની કિ.રૂ.૫૦૦૦/- ફોર વ્‍હીલર કાર નંગ-૧ કિં.રૂ-૫,૦૦,૦૦૦/- તથા રોકડ રકમ રૂપીયા-૧,૦૦૦/- મળી કુલ ૧૪,ર૭,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવાયો હતો.

 પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજ પકડાયેલ સાહિલ આ ડ્રગ્‍સનો જથ્‍થો રાજસ્‍થાનથી લાવી માંગરોળના મહમદ નામના શખ્‍સને દેવા જતો હતો ત્‍યારે કોટડાસાંગાણી પાસેથી દબોચી લેવાયો હતો. સાહિલ અગાઉ જુનાગઢમાં ડ્રગ્‍સના જથ્‍થા સાથે પકડાયોે હતો અને તે ગુન્‍હામાં બે મહિના પૂર્વેજ છુટયો હતો. તે ફરીવાર ડ્રગ્‍સનો જથ્‍થાની ખેપ મારવા જતો તે પુર્વે જ ઝડપી લેવાયો હતો. પકડાયેલ સાહિલ સામે કોટડાસાંગાણી પોલીસ મથકમાં ગુન્‍હો દાખલ કરી વધુ પુછતાછ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી. શાખાના પો.ઇન્‍સ. એફ.એ. પારગી,  પો.સબ.ઇન્‍સ. કે.એમ. ચાવડા, પી.બી. મીશ્રા, એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, વિપુલભાઇ ગુજરાતી, પો.હેડ.કોન્‍સ. શિવરાજભાઇ ખાચર, પ્રહલાદસિંહ રાઠોડ, વિરરાજભાઇ ધાધલ, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, મયુરભાઇ વિરડા, અનિરૂધ્‍ધસિંહ જાડેજા, નૈમીષભાઇ મહેતા,  પો.કોન્‍સ વિજયગીરી ગોસ્‍વામી, ચીરાગભાઇ કોઠીવાર, કલ્‍પેશભાઇ કોઠીવાર, હિમતસિંહ પાલ, વિપુલભાઇ ગોહિલ, રામદેવસિંહ ઝાલા, નવદિપભાઇ બાબરીયા, નિર્મળસિંહ ચુડાસમા, ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા તથા ડ્રા.પો.હેડ.કોન્‍સ. નરશીભાઇ બાવળીયા દ્વારા કરવામાં આવેલ છે.(૬.૧૩)

(2:55 PM IST)