તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 30th August 2025
ગોંડલ રોડ ચોકડીએ ટ્રક-બોલેરો અથડાતાં વૃંદાવન સોસાયટીના વૃધ્ધ કરમણભાઇ ભુંડીયાનું મોત
ગેસના બાટલા પ્લાન્ટ ખાતે ઉતારી વૃધ્ધ બોલેરો હંકારી ઘરે જતાં હતાં ત્યારે બનાવઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૦: જીવલેણ વાહન અકસ્માતના વધુ એક બનાવમાં ગોંડલ રોડ ચોકડીએ ટ્રક અને બોલેરો સામ-સામે અથડાતાં ગોંડલ રોડ પુનીતનગર વૃંદાવન સોસાયટીમાં રહેતાં બોલેરોના ચાલક વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ રાત્રીના દસેક વાગ્યા આસપાસ ગોંડલ ચોકડી પાસે સાંઢીયા પૂલ પર અજાણ્યા ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા ં બોલેરોના ચાલક વૃંદાવન સોસાયટીના કરમણભાઇ જાદવભાઇ ભુંડીયા (ઉ.વ.૭૨)ેને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં ૧૦૮ આવી હતી અને ગંભીર ઇજાગ્રસ્ત વૃધ્ધ કરમણભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્દ્રભાઇ ચાવડાએ આજીડેમ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધ કરમણભાઇ પાંચ બહેન અને બે ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. કરમણભાઇ પોતે કુવાડવા રોડ આઇઓસી પ્લાન્ટમાં ગેસના બાટલાની હેરફેર કરવાનું કામ કરતાં હતાં. રાતે તેઓ બોલેરોમાંથી બાટલા ખાલી કરી પ્લાન્ટથી ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો. આજીડેમ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
(3:12 PM IST)










